BJP ચૂંટણીમાં કોને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરશે? જાણો આ અંગે આવ્યા મોટા સમાચાર…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે હવે ભાજપ મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોને પસંદ કરશે એ સવાલ દરેકના મનમાં રહેલો હશે. CM તરીકે કોને પ્રોજેક્ટ કરાશે એ જોવા જઈએ તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે ભાજપ સુપર એક્ટિવ છે. તથા વિવિધ સ્થળે ચૂંટણી પ્રચાર કરવાથી લઈને વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠકોનો દોર વધી ગયો છે. આની સાથે પૂર્વ મંત્રીઓની નિરિક્ષકોની યાદી જાહેર કરીને ભાજર ઝોન પ્રમાણે લોકોને આવરી લેવાની રણનીતિ પણ ઘડી રહ્યું છે. તો ચલો આપણે ભાજપ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે એના પર નજર કરીએ…

આ રહેશે મુખ્યમંત્રીનો ચહેરો…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા માટે એક નામ ફાઈનલ કરી લીધું છે. આ નામને જ તેઓ ચૂંટણીમાં પણ પ્રોજેક્ટ કરશે જે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. નોંધનીય છે કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવી રહ્યું પરંતુ અહેવાલો પ્રમાણે ભાજપ સરકાર ચૂંટણી પ્રચાર પ્રસારમાં પરોક્ષ રીતે ભૂપેન્દ્ર પટેલને જ CM રાખવા પ્રયાસ કરશે.

અમિત શાહ ઝોન વાઇઝ કરી રહ્યા છે બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ચૂંટણીને લઈ તેમણે અલગ રણનીતિ તૈયાર કરી છે. અમિત શાહ ઝોન મુજબ બેઠકો કરી રહ્યા છે. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી . ત્યારબાદ તેઓ મધ્ય ગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. ગઈકાલે અમિત શાહ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં બેઠક યોજી છે.

ADVERTISEMENT

2017નું પરિણામ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોંગ્રેસની પકડ વધુ મજબૂત છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT