50 હજારથી વધુ મત સાથે જીતનો દાવો કરનારા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ, જાણો વાઘોડિયાથી ભાજપે કોને પસંદ કર્યા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આજે ગુરૂવારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દેવામાં આવી છે. તેવામાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાયું છે. એક સમયે દબંગ ધારાસભ્ય દ્વારા 50 હજારથી વધુ મતના અંતર સાથે જીત દાખવવાનો દાવો કરાતો હતો. વળી તેઓ સતત 5 ટર્મથી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે. તો ચલો જાણીએ ભાજપે કોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે.

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દબદબો..
વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં 1962થી કુલ 13 વાર ચૂંટણી લડાઈ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ જામ્યો છે. પરંતુ 1995થી એટલે કે સતત 6 ટર્મથી ભાજપના દબંદ નેતા મધુ શ્રીવાસ્તવ અહીંથી જીતતા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન પાંચ વાર તેઓ ભાજપમાંથી લડ્યા છે જ્યારે 1 વાર અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. 1995માં મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

ADVERTISEMENT

મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. તેવામાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી. ભાજપ દ્વારા આ બેઠક પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેવામાં જોવાજેવું રહેશે કે હવે મધુ શ્રીવાસ્તવને દૂર કરી અશ્વિન પટેલનું પ્રદર્શન કેવું રહેશે.

વર્ષ વિજેતા ઉમેદવારનું નામ પાર્ટી
1995 મધુ શ્રીવાસ્તવ અપક્ષ
1998 મધુ શ્રીવાસ્તવ BJP
2002 મધુ શ્રીવાસ્તવ BJP
2007 મધુ શ્રીવાસ્તવ BJP
2012 મધુ શ્રીવાસ્તવ BJP
2017 મધુ શ્રીવાસ્તવ BJP

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT