ગુજરાતના 16 જિલ્લાઓમાં BJPની ક્લીન સ્વીપ, આટલા જિલ્લાઓ કોંગ્રેસ મુક્ત થઈ ગયા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલમ ખારેચા/ અમદાવાદ: ગુજરાતમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સતત 7મી વખત સરકાર બનાવી રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે કેટલાય રેકોર્ડ તોડ્યા છે. કેટલાય જિલ્લાઓ તો એવા છે કે જેમાં ભાજપે સંપૂર્ણપણે કડાકો બોલાવતા તમામ બેઠક જીતી છે જ્યારે કેટલાય જિલ્લાઓ એવા છે કે કોંગ્રેસનો ધબડકો થયો છે. ભાજપે 16 જિલ્લામાં ક્લિન સ્વીપ કરી છે, તો 18 જિલ્લામાં કોંગ્રેસની એકપણ સીટ નથી.

ભાજપે 16 જિલ્લામાં તમામ બેઠક જીતી
ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારે આ વખતે 156 સીટ મેળવી પ્રચંડ જીત હાંસલ કરી છે. ઐતિહાસિક સીટ અને ઐતિહાસિક વોટ શેર સાથે ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો બીજી બાજુ, કોંગ્રેસની શાખ પર સવાલ ઊઠ્યો છે. કોંગ્રેસ ફક્ત 17 સીટ પર સમેટાઈ ગઈ છે. તો આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રમાણે પરિણામો નથી, જો કે તેમના આગમનથી કોંગ્રેસને મોટું નુક્સાન થયું છે. એટલું જ નહીં 2017માં જે કોંગ્રેસે 7 જેટલા જિલ્લામાં ક્લીન સ્વીપ કરી હતી, તે કોંગ્રેસ આ વખતે 20 જિલ્લામાં પોતાનું ખાતું નથી ખોલાવી શકી. જ્યારે ભાજપની વાત કરીએ તો ભાજપે 16 જિલ્લાની તમામ બેઠક પોતાના નામે કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં આ જિલ્લામાં ભાજપની ક્લિન સ્વીપ

ADVERTISEMENT

  • રાજકોટ જિલ્લાની તમામ 8 બેઠક
  • દ્વારકા જિલ્લાની તમામ 2 બેઠક
  • અમરેલી જિલ્લાની તમામ 5 બેઠક
  • મોરબી જિલ્લાની તમામ 3 બેઠક
  • સુરેન્દ્રનગર જિલ્લાની તમામ 5 બેઠક
  • કચ્છની તમામ 6 બેઠક પર ભાજપે ક્લીન સ્વીપ કર્યું

દક્ષિણ ગુજરાતમાં પણ ભગવો લહેરાયો

  • ભરુચ જિલ્લાની તમામ 5 બેઠક
  • સુરત જિલ્લાની તમામ 16 બેઠક
  • તાપી જિલ્લાની તમામ 2 બેઠક
  • ડાંગ જિલ્લાની 1 બેઠક
  • વલસાડ જિલ્લાની તમામ 5 બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ કમળ ખીલ્યું

ADVERTISEMENT

ગાંધીનગર જિલ્લાની તમામ 5 બેઠક પર ભાજપે કેસરિયો લહેરાવ્યો છે

ADVERTISEMENT

મધ્ય ગુજરાતમાં 4 જિલ્લામાં ભાજપ જ ભાજપ

  • છોટા ઉદેપુર જિલ્લાની તમામ 3 બેઠક
  • ખેડા જિલ્લાની તમામ 6 બેઠક
  • પંચમહાલ જિલ્લાની તમામ 5 બેઠક
  • દાહોદ જિલ્લાની તમામ 6 બેઠક

આમ, ભાજપે ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 16 જિલ્લામાં સંપૂર્ણપણે ભગવો લહેરાવ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 6 જિલ્લા ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 5 જિલ્લા, મધ્ય ગુજરાતમાં 4 જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં 1 જિલ્લામાં ભાજપે તમામ બેઠક પોતાના અંકે કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT