ભાજપે કયા 38 ધારાસભ્યોની ટિકિટ કાપી? અમદાવાદમાં 10 નવા ચહેરા ઉતાર્યા, જુઓ આખું લિસ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 75 ચહેરાને રિપીટ કર્યા છે, જ્યારે 38 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપીને તેમના સ્થાને નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. ભાજપની આ યાદીમાં રિબાવા જાડેજા, હાર્દિક પટેલ સહિતના કેટલાક ઉમેદવારોને તક મળી છે.

ઘણા મોટા માથાઓના નામ કપાયા
આ ચૂંટણીમાં સાતમી વખત ટિકિટ મળવાનો દાવો કરતા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ છે. તેમની સાથે સાથે અન્ય સીનિયર નેતાઓ અને પૂર્વ મંત્રીઓને પણ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. જેમાં બ્રિજેશ મેરજા, આર.સી ફળદુ, વાસણ આહિર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે.ત્યારે જે જૂના ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે તેમના પર એક નજર કરીએ…

આ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ

ADVERTISEMENT

ભુજ – ડો.નીમાબેન આચાર્ય
અંજાર – વાસણ આહીર
રાપર – સંતોકબેન અરેઠિયા
ડીસા – શશિકાંત પંડ્યા
ઊંઝા – આશાબેન પટેલ
મહેસાણા – નીતિન પટેલ
ઈડર – હિતુ કનોડિયા
વેજલપુર – કિશોર ચૌહાણ
એલીસબ્રિજ – રાકેશ શાહ
નારણપુરા – કૌશિક પટેલ
નરોડા – બલરામ થવાણી
ઠક્કરબાપા નગર – વલ્લભ કાકડિયા
અમરાઈવાડી – જગદીશ પટેલ
મણીનગર – સુરેશ પટેલ
સાબરમતી – અરવિંદ પટેલ
અસારવા – પ્રદીપ પરમાર
ધોળકા – ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
વઢવાણ – ધનજી પટેલ
ધ્રાંગધ્રા – પરશોત્તમ સાબરિયા
મોરબી – બ્રિજેશ મેરજા
રાજકોટ પૂર્વ – અરવિંદ રૈયાણી
રાજકોટ પશ્ચિમ – વિજય રૂપાણી
રાજકોટ દક્ષિણ – ગોવિંદ પટેલ
રાજકોટ ગ્રામ્ય – લાખાભાઈ સાગરઠિયા
જામનગર ઉત્તર – ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર દક્ષિણ – આર.સી. ફળદુ
મહુવા – રાઘવજી મકવાણા
ગઢડા – આત્મારામ પરમાર
બોટાદ – સૌરભ પટેલ
માતર – કેસરીસિંહ સોલંકી
કાલોલ – સુમનબેન ચૌહાણ
વાઘોડિયા – મધુ શ્રીવાસ્તવ
અકોટા – સીમાબેન મોહિલે
રાવપુરા – રાજેનદ્ર ત્રિવેદી
ભરૂચ – દુષ્યંત પટેલ
કામરેજ – બી.ડી ઝાલાવાડિયા
ઉધના – વિવેક પટેલ
નવસારી – પિયુષ દેસાઈ

    follow whatsapp

    ADVERTISEMENT