BJP કોર્પોરેટરના દીકરા પર યુવકની હત્યા કરવાનો આરોપ, હજુ સુધી આરોપીની ધરપકડ થઈ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ગુજરાતમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાહિત પ્રવૃત્તિઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં જુનાગઢ ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના દીકરા હરેશ પર એક યુવકની હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મોડી રાત્રે 12 વાગ્યે ધારાનગર ચારરસ્તા પાસે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે CCTV ફુટેજમાં એ યુવક લોહીલુહાણ સ્થિતિમાં રસ્તા પર જતો જોવા મળી રહ્યો છે. જોકે ગણતરીની મિનિટમાં જ ઘટનાસ્થળથી થોડે દૂર જ તેનું મોત નીપજ્યું હતું. જેથી કરીને આ યુવકના પરિવારજનો તેની હત્યાનો આરોપ હરેશ સોલંકી પર લગાવી રહ્યા છે. જોકે પોલીસ આ હત્યા અંગે કેસ નોંધી તપાસ આગળ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.

મોડી રાત્રે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
જુનાગઢમાં એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ ભાજપના કોર્પોરેટરના દીકરા હરેશ સોલંકીનો હાથ હોય એવો યુવકના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે. નોંધનીય છે કે મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આ યુવક લોહિલુહાણ અવસ્થામાં CCTV ફુટેજમાં નજરે પડ્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
યુવક ધારાનગર ચારરસ્તા પાસે આવેલા માર્ગ પરથી મૃત અવસ્થામાં જોવા મળ્યો હતો. નોંધનીય છે કે યુવકના પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ ઘટના અંગે જાણ કરી દીધી હતી. પોલીસ ફરિયાદમાં પરિવારજનોએ ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીને આરોપી જણાવ્યો હતો. જોકે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ADVERTISEMENT

With Input – ભાર્ગવી જોશી

    follow whatsapp

    ADVERTISEMENT