Gujarat Elections: કોંગ્રેસના 2000 તો AAPના 200 કાર્યકરોના રાજીનામાં, ભાજપમાં પણ ગાબડું પડ્યું
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ટિકિટને લઈને નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, બીજી તરફ કોઈ અપક્ષથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે તમામ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ટિકિટને લઈને નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, બીજી તરફ કોઈ અપક્ષથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે તમામ પક્ષોમાં એક બાદ એક ગાબડા પડી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીઓમાં એક બાદ એક ગાબડા પડ્યા અને નારાજ નેતાઓ અને કાર્યકરોએ પક્ષમાથી રાજીનામું ધરી દીધું.
ભાજપમાં તાલુકા પંચાયતના સદસ્યોના રાજીનામાં
ચૂંટણી ટાણે જ પાદરા વિધાનસભા બેઠક પર ભાજપમાં વધુ એક ભંગાણ સર્જાયું હતું. પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામું નોંધાવી અપક્ષથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે તેમના રાજીનામાં બાદ ભાજપ શાસિત તાલુકા પંચાયક તૂટી છે. તાલુકા પંચાયતના 16 સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા ધરીને દિનેશ પટેલને સમર્થન કર્યું હતું.
AAPને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ફટકો
રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોટડા સાંગાણીમાં પાર્ટીના 200થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા અને હવે તેઓ કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે. તમામ કાર્યકોએ કોંગ્રેસના ઉમેદવાર સુરેથ બથવાર, અર્જુન ખાટરીયાની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
ADVERTISEMENT
સુરતમાં કોંગ્રેસ તૂટી
કોંગ્રેસમાં સુરતની જલાલપોર બેઠક પર ગાબડું પડ્યું. 2017માં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા પરિમલ પટેલે કોંગ્રેસમાથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા. ગત ટર્મમાં પરિમલ પટેલ 25 હજારથી વધુ વોટથી હાર્યા હતા. પરિમલ પટેલની સાથે કોંગ્રેસના 2 હજારથી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા. એવામાં જલાલપોર બેઠક પર આ વખતે કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે.
ADVERTISEMENT