ભાજપે ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી, ત્રણ દિવસ નિરીક્ષકો તમામ જિલ્લામાં કરશે પ્રવાસ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનીતિઓ રાજકીય પક્ષો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારે ચૂંટણી પહેલા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનીતિઓ રાજકીય પક્ષો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ધૂળ ચાટતી કરવા રણનીતિ તૈયાર કરી છે. ભાજપ દ્વારા પસંદ કરવામાં આવેલા નિરીક્ષકો આગામી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં પ્રવાસ કરશે અને તેમનો અહેવાલ પ્રદેશ પાર્લામેંટરી બોર્ડને સોંપશે.
ભાજપે ઉમેદવાર નક્કી કરવાની કવાયત હાથ ધરી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પક્ષ દ્વારા નિયત કરાયેલા નિરીક્ષકો આગામી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે.
નિરીક્ષકો રિપોર્ટ તૈયાર કરશે
આ તમામની દાવેદારોની સેન્સ લઈ અને ઉમેદવાર નક્કી કરવાની કવાયત હાથ ધરશે. તમામ કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોને મળી અને રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ આ નિરીક્ષકો તેમનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેંટરી બોર્ડને સોંપશે. આ રિપોર્ટ મુજબ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. અને ત્યારે બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT