BJP ઉમેદવારોની પસંદગી મુદ્દે કરશે મોટી જાહેરાત? સી.આર.પાટિલનાં આ એક્શનથી સંકેતો મળ્યા…
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ભાજપ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને વેગ આપ્યું છે. નોંધનીય છે કે હવે પાર્ટીમાં કોને ટિકિટ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ભાજપ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને વેગ આપ્યું છે. નોંધનીય છે કે હવે પાર્ટીમાં કોને ટિકિટ મળશે કે નહીં મળે એની પસંદગી તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં રહેશે. જ્યારે બીજી બાજુ સી.આર.પાટીલનું જૂનાગઢમાં પોલાઈટ વલણ સ્પષ્ટપણે અંદેશો આપે છે કે હવે ચૂંટણીલક્ષી રણનીતિને ભાજપ આખરી ઓપ આપી રહ્યું છે.
પાટીલે 10-10 નામો મંગાવ્યા…
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગતા હોય એવા 10-10 ઉમેદવારોના નામ સી.આર.પાટીલે મંગાવ્યા છે. તેવામાં હવે આ એવા ઉમેદવારો હશે જેમને જે-તે બેઠક પરથી ઉમેદવારી કરવાની ઇચ્છા હોય તેમની યાદી તૈયાર કરવામાં આવશે. જુનાગઢમાં પણ પાટીલે ચૂંટણીલક્ષી કોઈપણ જાહેરાત કરી નથી.
પાટીલે કહ્યું- ટિકિટ વહેંચણીમાં હું નથી પડવાનો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સી.આર.પાટીલે કહ્યું કે ટિકિટોની વહેંચણીમાં હું પડવાનો નથી. આ નિર્ણય તો અમિત શાહ અને વડાપ્રધાન મોદી જ લેશે. જોકે આ મુદ્દે વિગતવાર પાટીલે જણાવ્યું કે મને કયા ઉમેદવારની પસંદગી કરવી અથવા ન કરવી એ અંગે પુછવામાં આવશે તો મારો મત રજૂ કરી શકીશ.
પાટીલ એકદમ પોલાઈટ જોવા મળ્યા
જૂનાગઢ ખાતે સી.આર.પાટીલે એકપણ કાર્યકર્તાઓનો ક્લાસ લીધો નહોતો કે પછી કોઈને ઠપકો આપ્યો નહોતો. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલ નરમ સ્વભાવે જોવા મળ્યા હતા. મહિલાઓને વધારે પ્રાથમિકતા મળે એની વાત પણ સી.આર.પાટીલે કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT