વાંસદામાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે કર્યું મતદાન, કોંગ્રેસ પર લગાવ્યો ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની, નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન સહૃ થઈ ચૂક્યું છે. આ દરમિયાન નેતાઓ સવારથી જ મતદાન કરવા અને મતદાન કરાવવા મેદાને ઉતરી ચૂક્યા છે. આ દરમિયાન વાંસદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે મતદાન કર્યું છે. મતદાન કરી તેમણે અનંત પટેલના દારૂનું વિતરણ કરતા હોવાના આક્ષેપ અંગે કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જામ્યો છે. ગુજરાતની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતની ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમા વાંસદા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે મતદાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પિયુષ પટેલ પર રાત્રે હુમલો થયો હતો. અનંત પટેલના આક્ષેપ નો જવાબ આપતા પિયુષ પટેલે કહ્યું રાત્રે અમારા પર હુમલો થયા બાદ અમે ત્યાંથી નીકળ્યા ત્યારે તમામ સામગ્રી ( દારૂ અને ચવાણું ) કારમાં મૂકીને વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, અમે આવી કોઈ સામગ્રી લઈને ગયા નથી.

અનંત પટેલે લગાવ્યો આ આરોપ
પિયુષ પટેલ પર રાત્રે હુમલો થયો એ મામલે અનંત પટેલે ઘટનાને વખોડી નાખી છે અને સાથે પિયુષ પટેલ ઉપર આરોપ લગાવતા કહ્યું કે એક ભાજપના ઉમેદવાર તરીકે રાત્રીના સમયે તેમણે દારૂ વેચવા ન જવું જોઈએ.

ADVERTISEMENT

788 ઉમેદવારના આજે ભાવિ થશે EVM માં કેદ
પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમાંથી  718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. અને 8 તારીખે જનાદેશ જાહેર થશે.  પ્રથમ તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,39,76, 670 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,24,33,362 પુરુષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો છે.

    follow whatsapp

    ADVERTISEMENT