ગુજરાતની આ બેઠક પર BJPના ઉમેદવાર સામે લડનારા તમામની ડિપોઝિટ જપ્ત, 1.16 લાખની લીડથી જીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપનો સૌથી વધુ સીટ સાથે ફરીથી ભવ્ય વિજય થતો દેખાઈ રહ્યો છે. ભાજપની રેકોર્ડબ્રેક વિજયી પહેલા જ ભવ્ય ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે સુરતની મજૂરા બેઠક પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સામે ચૂંટણી લડનારા તમામ ઉમેદવારની ડીપોઝિટ ડૂલ થઈ ગઈ છે. તમામ ઉમેદવારોને કુલ વોટના છઠ્ઠા ભાગના વોટ પણ મળ્યા નથી.

હર્ષ સંઘવીને 1.32 લાખ વોટ મળ્યા
મજૂરામાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1,32,978 વોટથી જંગી જીત મેળવી છે. જ્યારે તેમના પછી બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પી.વી.એસ શર્મા છે જેમને 16399 વોટ મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને 9410 વોટ મળ્યા છે. તો BSPના ઉમેદવારના 902 વોટ મળ્યા છે, NOTAને 2297 વોટ મળ્યા છે. આમ હર્ષ સંઘવી 1.16 લાખથી વધુ વોટના માર્જિનથી જીત્યા છે.

મજૂરા બેઠકથી વિપક્ષમાં લડનારા તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
ત્યારે 2022ની ચૂંટણીમાં પહેલીવાર એવો બનાવ બન્યો છે જેમાં વિજેતા ઉમેદવારની સામે લડનારા તમામ 3 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ, કોઈપણ ઉમેદવારે ડિપોઝિટ બચાવવા માટે કુલ મતદાનના છઠ્ઠા ભાગના વોટ મેળવવા પડે. મજૂરા બેઠક પર 1,61,986 વોટ પડ્યા હતા, ત્યારે ઉમેદવારોએ ડિપોઝિટ બચાવવા ઓછામાં ઓછા 26 હજાર જેટલા વોટ મેળવવા જરૂરી હતા, જોકે બીજા નંબરના ઉમેદવાર પણ 16,399 વોટ જ મેળવી શક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT