ગુજરાતમાં BJP એ અનેક રેકોર્ડ તોડયા પરંતુ આજ સુધી આ બેઠક જીતવામાં ભાજપના દાંત ખાટા રહ્યા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ ગેલમાં જોવા મળે છે. જ્યારે કોંગ્રેસ હર વખતેની જેમ મનોમંથન કરી અને પછીની ચૂંટણીમાં ખરાબ દેખાવ કરે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસે ફક્ત 17 બેઠકો મેળવી છે. આ દરમિયાન ભાજપે કોંગ્રેસ નો વર્ષ 1985નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપે 156 બેઠકો મેળવી છે. આ દરમિયાન  ગુજરાત વિધાનસભાની બે બેઠકો એવી છે જેમાં ભાજપને જીતવા માટે હજુ એક મોકો નથી મળ્યો.

ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાજ્યસભા અને લોકસભાની ચૂંટણી માટે સહેલો માર્ગ બનાવી દીધો છે. આ ચૂંટણીમાં જો વૉટશેરની અને વોટની વાત કરવામાં આવે તો ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને  12.9 ટકા જ મત મળ્યા છે.બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 12.9 ટકા મત મળ્યા છે. આ સાથે નોટને 1.57 ટકા મત મળ્યા છે. ભાજપને 16707957 મત મળ્યા છે. કોંગ્રેસને 8,683, 966 મત મળ્યા છે.આમ આદમી પાર્ટી ને 4112055 મત મળ્યા છે. નોટાને 501202 મત મળ્યા છે. પરંતુ આ વચ્ચે ભાજપ માટે હજુ બે બેઠક પર જિતનું સપનું સાકર નથી થયું. આ બે બેઠક માં આંકલાવ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે.

આંકલાવ બેઠક 
આ બેઠક પર  ચાવડાએ જીતની હેટ્રીક મારી છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ આ બેઠક ટકાવી રાખી છે. અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ યાદવને હારનો સ્વાદ ચખાડયો  છે.

ADVERTISEMENT

દાણીલીમડા
આ બેઠક પર કોંગ્રેસે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. દાણીલીમડા બેઠક પર શૈલેષ પરમારે ભાજપના ઉમેદવાર નરેશકુમાર વ્યાસને હારનો સ્વાદ ચખાડ્યો છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT