‘રામ-કૃષ્ણને નહીં માનીએ, તેમની પૂજા નહીં કરીએ’, AAPના મંત્રીએ લોકોને શપથ લેવડાવતા BJPના પ્રહાર
દિલ્હી: દિલ્હીના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાનો અને તેમની ક્યારેય પૂજા ન કરવાનો શપથ લેતો…
ADVERTISEMENT
દિલ્હી: દિલ્હીના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાનો અને તેમની ક્યારેય પૂજા ન કરવાનો શપથ લેતો વીડિયો સામે આવ્યો છે. જે બાદ ભારે બબાલ થઈ ગઈ. ભાજપે આ વીડિયોને લઈને આમ આદમી પાર્ટીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં પણ ભાજપે આ બાબતને મુદ્દો બનાવી AAPને ઘેર્યું છે.
મંત્રીએ 10 હજાર લોકોને શપથ લેવડાવ્યા
સૂત્રો મુજબ અરવિંદ કેજરીવાલે રાજેન્દ્ર ગૌતમની આ હરકત પર નારાજગી વ્યક્ત કરી છે. આ વીડિયો 5 ઓક્ટોબરના ‘મિશન જય ભીમ’ કાર્યક્રમનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ સામેલ થયા હતા. દિલ્હીના કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજાર લોકોએ બૌદ્ધ દીક્ષા લીધી. આ ઉપરાંત કાર્યક્રમમાં રાજેન્દ્ર પાલ ગૌતમે લોકોને રામ અને કૃષ્ણની પૂજા ન કરવાની શપથ અપાવી.
एक बार फिर AAP का हिंदू विरोधी चेहरा बेनकाब..@ArvindKejriwal के मंत्री लोगों से शपथ दिलवा रहे हैं कि मैं किसी ब्रह्मा, विष्णु, महेश को नहीं मानूंगा!
तो फिर चुनाव के दौरान मंदिरों में क्या दर्शाने के लिए जाते हो?
क्या हिंदू धर्म इतना चुभता है AAP की आंखों में? इतनी नफरत क्यों? pic.twitter.com/beQeYR4LUA
— Adesh Gupta (@adeshguptabjp) October 7, 2022
ADVERTISEMENT
ભાજપે પાર્ટીથી હટાવવાની માંગ કરી
આ ઘટનાને લઈને ભાજપના સાંસદ મનોજ તિવારીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, આમ આદમી પાર્ટી આટલી હિન્દુ વિરોધી કેમ છે? આપના મંત્રી હિન્દુ ધર્મ વિરુદ્ધ શપથ લઈ રહ્યા છે અને લોકોને પણ અપાવી રહ્યા છે. મનોજ તિવારીએ કહ્યું કે, હિન્દુ અને બૌદ્ધ ધર્મનું અપમાન છે. આપના મંત્રી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને તરત જ પાર્ટીમાંથી હટાવવા જોઈએ અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ.
ADVERTISEMENT
ભાજપનો AAP પર પ્રહાર
જ્યારે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આ વીડિયોને લઈને કહ્યું કે, કેજરીવાલના મત્રી રાજેન્દ્ર ગૌતમ જે રીતે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે તે નિંદનીય છે અને આ માટે તેમને સજા મળવી જોઈએ. આમ આદમી પાર્ટીનો ઈતિહાસ હંમેશાથી જ નફરત ફેલાવવાનો અને હિન્દુ ધર્મનું અપમાન કરવાનો રહ્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે હવે ગુજરાત ભાજપ પણ સક્રિય થઈ ગયું છે અને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરવાની કોઈ તક છોડી રહ્યું છે. ભાજપે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક બાજુ આપના મંત્રી દિલ્હીમાં લોકોને શપથ લેવડાવી રહ્યા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલનો જળાભિષેક કરતો વીડિયો મૂક્યો છે અને AAPને ઢોંગી અને હિન્દુ વિરોધી પાર્ટી બતાવી છે.
ADVERTISEMENT