પોલીસ અને AAP વચ્ચેની માથાકૂટમાં હવે ભાજપે જંપલાવ્યું, કહ્યું- નોટંકીનો ફરીથી પર્દાફાશ થયો!
અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે રાત્રે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. જે બાદ આજે…
ADVERTISEMENT
અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે રાત્રે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. જે બાદ આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ વાતને નકારી હતી. એવામાં સવાલ ઉઠી રહ્યા હતા કે પોલીસ અને AAP બંનેમાંથી કોણ સાચું? હવે આ વિવાદમાં ભાજપ પણ જંપલાવ્યું છે.
ભાજપ નેતા ભરત ડાંગરના ભાજપ પર પ્રહાર
ગુજરાત BJPના સહ-પ્રવક્તા ભરત ડાંગરે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વારંવાર જુઠ્ઠુ બોલનારા અરવિંદ કેજરીવાલની નોટંકીનો ફરીથી પર્દાફાશ થયો! પોલીસે પુરાવા માંગ્યા તો ન આપ્યા. પહેલા કાર્યાલયમાં બે કલાક રેડનું જુઠ્ઠાણું અને હવે ડેટા સેન્ટર પર 30 મિનિટ તપાસનું જુઠ્ઠાણું!! રાજકીય રોટલો શેકવા માટે આવી નિમ્ન કક્ષાની પ્રસિદ્ધિની ભુખ? શા માટે?
ADVERTISEMENT
AAP દ્વારા દરોડા પડ્યાનો દાવો કરાયો હતો
નોંધનીય છે કે ગઈકાલે રાત્રે AAPના નેતાઓ દ્વારા કહેવાયુ હતું કે, પોલીસે તેમના કાર્યાલય પર દરોડા પાડ્યા છે. આ ઓફિસમાં કેમેરા ન હોવાથી તેના કોઈ પુરાવા નથી. આજે સવારે જ અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટ કરીને કહેવાયું હતું કે શહેર પોલીસ દ્વારા AAPના કાર્યાલય પર કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી. જે બાદ ફરી AAP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને દરોડા ભાજપના કહેવાથી પોલીસ પહોંચી હતી.
ADVERTISEMENT