ભાજપના 1 અને કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ AAPમા જોડાયા, બંને પાર્ટીમાં આવ્યો રાજકીય ભૂકંપ
સાણંદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષપલટાની રાજનીતિ પણ અલગ રંગમાં જોવા મળી રહી છે. તેવામાં ભાજપના સાણંદ નગરપાલિકાના કોર્પોરેટર સવિતા બેન વાણિયાએ પાર્ટી સાથે છેડો…
ADVERTISEMENT
સાણંદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષપલટાની રાજનીતિ પણ અલગ રંગમાં જોવા મળી રહી છે. તેવામાં ભાજપના સાણંદ નગરપાલિકાના કોર્પોરેટર સવિતા બેન વાણિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. આમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ આંતરિક વિવાદના કથિત કારણોસર પાર્ટીનો સાથ છોડી બેઠા છે. આ દરમિયાન બંને પાર્ટીઓના નેતાઓએ હવે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે અગાઉ પણ ચૂંટણી પહેલા પક્ષપલટો કરવાની રાજનીતિ ઘણી મોખરે આવી ગઈ હતી.
આમ આદમી પાર્ટીની પકડ વધતી જણાઈ?
અત્યારે જેવી રીતે પક્ષપલટાના સમાચાર સામે આવી રહ્યા છે એને જોતા ગુજરાતમાં AAPની અસર સારી એવી માત્રામાં જોવા મળી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાની એક અલગ છબી બનાવી લીધી છે જેને જનતા સહિત હવે વિવિધ પાર્ટીઓના કાર્યકર્તાઓનું પણ સારું એવુ સમર્થન મળી રહ્યું છે. નોંધનીય છે કે આવામાં સાણંદ નગરપાલિકા ભાજપના કોર્પોરેટર સવિતાબેન વાણિયા, સેહરાના કોંગ્રેસના નેતા તખલસિંહ સોલંકી, રાણીપના દલિત અધિકાર મંચના જગદીશ ચાવડા અને બાયડ કોંગ્રેસના નેતા ચુનીભાઈ પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
ભાજપે એક સપ્તાહ પહેલા કોંગ્રેસ અને AAPમાં ગાબડુ પાડ્યું હતું…
એક સપ્તાહ પૂર્વે ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના અશ્વિનકુમાર ભાજપમાં જોડાયા બાદ ખેડબ્રહ્મા તેમજ વિજયનગરના 500થી વધારે કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભરાટ સર્જાયો હતો.
ADVERTISEMENT
પૂર્વ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ કાન્તાબેન બલેવિયા, પૂર્વ ખેડબ્રહ્મા તાલુકા સમિતિના પ્રમુખ સુરેશદાન ગઢવી, માલધારી સેલના પ્રમુખ ભગવાનદાસ રબારી,પૂર્વ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત સદસ્યો તેમજ ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલ કમજી અસારી સહિત પૂર્વ સરપંચ કાથરોટી અને પૂર્વ કાલવણ સરપંચ રમણભાઈ બોડાત સહિતના આગેવાનોએ કોંગ્રેસને રામ-રામ કરી 500 જેટલા કાર્યકરો ભાજપ કેસરિયો ધારણ કર્યો હત. જેના પગલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં પણ હડકંપ વ્યાપ્યો છે.
ADVERTISEMENT