ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ગાબડું, આ નેતાઓએ કમળ-હાથનો સાથ છોડી AAPનું ઝાડું પકડ્યું
હિતેશ સુતરીયા/અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓમાં પણ પક્ષ પલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. મોડાસામાં…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા/અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓમાં પણ પક્ષ પલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. મોડાસામાં ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. મોડાસા ભાજપના અગ્રણી નિલેશ જોશીએ ‘કમળ’નો સાથ છોડીને ઝાડું પકડ્યું છે. જ્યારે કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ AAPમાં જોડાયા છે.
મોડાસામાં યોજાશે કેજરીવાલની સભા?
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પરથી AAP દ્વારા મજબૂતીથી કામ કરવાનો દાવો કરે છે. એવામાં આ બેઠક પર પણ અરવિંદ કેજરીવાલની સભા યોજાઈ શકે છે.
ભાજપ-કોંગેસના કયા નેતાઓએ પક્ષ છોડ્યો?
AAPના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ચૌહાણ જણાવ્યું કે, આજે મોડાસા શહેરમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા નિલેશ જોશી તથા તેમની ટીમવ, કોંગ્રેસ સંગઠનમાંથી અચલભાઈ સગર, નિરુભાઈ સિંધી અને એમની ટીમ સહિત 50થી 60 આજે વિધિવત રીતે AAPમાં જોડાયા છે. અમારી ફોજ સાથે અમે ઘર ઘરમાં પ્રચાર કરીને AAPની યોજનાઓ પહોંચાડીશું.
ADVERTISEMENT
જ્યારે AAPમાં જોડાનારા નિલેશ જોશીએ કહ્યું, વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આમ આદમી વિવિધ પ્રશ્નોથી દુ:ખી છે. ચૂંટણી આવી રહી છે એવામાં સીધા પ્રજા જોડે સહાય મદદ રૂપ થાય એવી ગરીબ અને મધ્યમ વર્ગને મદદ કરતી વિચારસરણીવાળી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સહાય મળે તે આસયથી હું આજે AAPમાં જોડાયો છું.
ADVERTISEMENT