પ્રજા વચ્ચે રીક્ષામાં ફરતા કેજરીવાલ 10 લાખ ખર્ચી પ્રાઈવેટ જેટમાં ફરે છે, BJPએ કર્યો આક્ષેપ
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. રાજ્યમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે.…
ADVERTISEMENT
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. રાજ્યમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરની મુલાકાત દરમિયાન રિક્ષા ચાલકના ઘરે ભોજન લીધું હતું. આ માટે તેઓ હોટલથી રીક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘર સુધી ગયા હતા. જે બાદ હવે તેમની પ્રાઈવેટ જેટમાં મુસાફરીની તસવીરો ભાજપ દ્વારા વાઈરલ કરીને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
BJP નેતાએ કર્યા આક્ષેપ
ભાજપના નેતા મજિંદર સિંહ સિરસાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેઓ પ્રાઈવેટ જેટમાં એરહોસ્ટેસ સાથે દેખાઈ રહ્યા છે. આ સાથે ટ્વીટમાં લખ્યું છે, ‘બંગલો નહીં લઉં. સરકારી ગાડી નહીં લઉં’ થી 10 લાખના ખર્ચાવાળા ચાર્ટર પ્લેનમાં મુસાફરી કરનારા આમ આદમીને U-Turn મુખ્યમંત્રી કહે છે.
ADVERTISEMENT
જ્યારે કંચન ગુપ્તા નામના નેતાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે રૂ.500, મોટા શર્ટ અને મફલર સાથે પોલિટિક્સમાં શરૂઆત કરી હતી. તેઓ જેટમાં સ્ટાઈલમાં ફરી રહ્યા છે અને કરદાતાઓના પૈસાનો ઉપયોગ મીડિયાને ચૂપ રાખવા કરાય છે.
ADVERTISEMENT
રીક્ષામાં બેસી ઘાટલોડિયા ગયા હતા કેજરીવાલ
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે અમદાવાદના ઘાટલોડિયામાં રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા નીકળી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે તેમની રકઝક થઈ હતી. જે બાદ તેઓ જનતા વચ્ચે જવાનું કહીને રીક્ષામાં જ નીકળ્યા હતા અને બાદમાં રીક્ષા ચાલકના ઘરે જમ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT