Biparjoyની તાકાત વધતા દ્વારકાધીશને ચઢાવાઈ 2 ધ્વજાઓ- Videos, કેમ આવું કરાયું?
રજનીકાંત જોશી.દ્વારકાઃ વાવાઝોડાની અસરને કારણે જગત મંદિર શિખર ઉપર એક સાથે બે ધ્વજા ચઢી છે. જગત મંદિરના શિખર ઉપર અબોટી બ્રાહ્મણો દ્વારા રોજની પાંચ ધોતા…
ADVERTISEMENT
રજનીકાંત જોશી.દ્વારકાઃ વાવાઝોડાની અસરને કારણે જગત મંદિર શિખર ઉપર એક સાથે બે ધ્વજા ચઢી છે. જગત મંદિરના શિખર ઉપર અબોટી બ્રાહ્મણો દ્વારા રોજની પાંચ ધોતા ચઢાવવામાં આવે છે. જે ધ્વજા ચઢાવવા માટે લાકડાના દંડનો ઉપયોગ કરવામાં આવે છે. તે દંડ ઉપર વરસાદ અથવા ભેજના કારણે કોઈ અકસ્માત અથવા સલામતીના કારણે એક ધ્વજા ઉતાર્યા પહેલા બીજી ધ્વજા ચઢાવવામાં આવી છે.
દાલબાટી મામલે દલિત યુવકની હત્યા કરનાર બન્ને આરોપીની કરવામાં આવી ધરપકડ, જાણો શું હતો મામલો
કેમ ચઢાવાઈ બે ધ્વજા?
બિપોરજોય એક પ્રચંડ ગતિ સાથે ગુજરાત તરફ વધી રહ્યું છે. તંત્ર દોડતું થયું છે તો ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો પર તેની અસર પણ જોવા મળી રહી છે. એક તરફ તંત્ર એલર્ટ પર છે તો બીજી તરફ આજે જગત મંદિર દ્વારકા ખાતે 150 ફૂટના શિખર પર એક સાથે બે ધ્વજા ચઢાવાઈ છે. ગઈકાલે તો ભારે પવનના કારણે 52 ગજની ધ્વજાને અડધી પાટલીએ ચઢાવવામાં આવી હતી. દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની પાછળનું કારણ છે કે સવારે જ્યારે ખુબ જ પવન હતો ત્યારે ધ્વજા ચઢાવાઈ ન્હોતી. જે પછી હવે એક સાથે બે ધ્વજા ચઢાવવામાં આવી છે જેની પાછળ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આવનારો સંકટ ટળી જાય છે. આ લોક માન્યતાના પગલે જગત મંદિર પર હાલ બે ધ્વજા ફરકી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તૌક્તે વાવાઝોડાની પણ આવી જ અસરોને પગલે તે વખતે પણ બે ધ્વજા ફરકાવાઈ હતી. જોકે જે તે સમયે તૌક્તે વાવાઝોડું ભારે અસર પહોંચાડી ગયું હતું.
દ્વારકાધીશને ક્યારે ચઢાવાય છે ધ્વજા
જગત મંદિર ખાતે રોજ સવારે 7.30. કલાકે આરતી થાય છે. 10.30 વાગ્યે તેમના શ્રૃંગાર, 11.30 કલાકે અને સાંજે 7.45એ આરતી અને શયન આરતી 8.30 કલાકે થાય છે. આ સમય દરમિયાન મંદિર પર ધ્વજા ચઢાવાય છે. મંદિરમાં પુજા અને આરતી ગૂગળી બ્રાહ્મણ કરે છે અને અબોટી બ્રાહ્મણ ધ્વજા ચઢાવે છે. આ ધ્વજા ક્યારેય ચઢાવાનું ચુકવાતું નથી, તે પછી આકરી ગરમી હોય, ભારે વરસાદ હોય કે પછી કડકડતી ઠંડી, આ પરંપરા અબોટી બ્રાહ્મણો દ્વારા વર્ષોથી જાળવી રખાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT