Gautam Adani ની જોરદાર વાપસી….100 અરબ ડોલર ક્લબમાં ફરી થયા સામેલ, હવે વિશ્વના 12માં સૌથી ધનિક
ગૌતમ અદાણી માટે વર્ષ 2024 શાનદાર નેટવર્થમાં સતત જોવા મળી રહ્યો છે ઉછાળો એક દિવસમાં જ 2.73 અરબ ડોલર વધારો ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam…
ADVERTISEMENT
- ગૌતમ અદાણી માટે વર્ષ 2024 શાનદાર
- નેટવર્થમાં સતત જોવા મળી રહ્યો છે ઉછાળો
- એક દિવસમાં જ 2.73 અરબ ડોલર વધારો
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) માટે આ વર્ષ 2024 શાનદાર સાબિત થઈ રહ્યું છે. એક તરફ અદાણી ગ્રુપ (Adani Group) ઉપરથી હિંડનબર્ગ (Hindenburg)નું ટેન્શન દૂર થઈ ગયું છે, તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
અદાણીની સંપત્તિમાં થયો વધારો
હવે ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થવાળા અરબપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાના કારણે તેમની નેટવર્થ વધીને 101 અરબ ડોલર થઈ ગઈ છે અને તેઓ ધનિકોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયો છે.
એક દિવસમાં 22600 કરોડ રૂપિયાની કરી કમાણી
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં જ 2.73 અરબ ડોલર અથવા 22,600 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ (Gautam Adani Net Worth) પણ વધીને 101 અરબ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
મુકેશ અંબાણી કરતા પાછળ
સંપત્તિમાં ઝડપથી વધારો થવાના કારણે હવે ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં સામેલ બીજા ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)થી સંપત્તિ મામલે માત્ર એક સ્થાન પાછળ છે. રિલાયન્સના ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ (Mukesh Ambani Networth) 1.1 અરબ ડોલર અથવા 9123 કરોડથી વધુના તાજેતરના ઉછાળા બાદ 108 અરબ ડોલર થઈ ગઈ છે. જો અંતરની વાત કરીએ તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર 7 અરબ ડોલરનું અંતર બાકી છે.
વિશ્વના ટોચના 3 અબજોપતિ
હવે દુનિયાના સૌથી ધનિક લોકોની વાત કરીએ તો એલોન મસ્ક 205 અરબ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં નંબર-1 પર છે. બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના જેફ બેઝોસ છે, જેમની નેટવર્થ 196 અરબ ડોલર છે. ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 186 અરબ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT