બિલકિસ બાનોની સુપ્રીમ કોર્ટમાં અરજી, રેપ-હત્યાના 11 દોષિતોને ફરી જેલમાં પુરવાની માગણી
અમદાવાદ: બિલકિસ બાનો કેસમાં રેપ અને હત્યાના 11 દોષિતોને સમય પહેલા જ જેલમાંથી છોડી મૂકવા મામલે પીડિતા બિલકિસ બાનો સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. તમામ દોષિતોને…
ADVERTISEMENT
અમદાવાદ: બિલકિસ બાનો કેસમાં રેપ અને હત્યાના 11 દોષિતોને સમય પહેલા જ જેલમાંથી છોડી મૂકવા મામલે પીડિતા બિલકિસ બાનો સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. તમામ દોષિતોને જેલમાંથી છોડવાના નિર્ણયને પડકારતા તમામને ફરીથી જેલમાં પાછા મોકલવાની માગણી કરી છે. સાથે જ બિલકિસે સુપ્રીમ કોર્ટના તે નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરી છે, જેમાં દોષિતોને છોડવા પર ગુજરાતમાં 1992ની પોલિસી પર વિચાર કરે. અરજી પર CJIએ કહ્યું છે કે, તેઓ બંને અરજીનું નિરીક્ષણ કરશે અને બંનેને એક જ બેન્ચમાં સુનાવણી કરી શકાય છે કે કેમ.
સરકારે કમિટી બનાવી કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો હતો
નોંધનીય છે કે, બિલકિસ બાનો કેસમાં જેલમાં સજા કાપી રહેલા 11 કેદીઓને છોડવા કે નહીં તે નિર્ણય લેવા માટે ગુજરાત સરકારે એક કમિટી બનાવી હતી. આ કમિટીમાં ગોધરાના કલેક્ટર સુજય મલ્હોત્રા અધ્યક્ષ હતા. જ્યારે ભાજપના પંચમહાલના બે ધારાસભ્યો હતા, ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી હતા, જ્યારે અન્યમાં કલોલના ધારાસભ્ય સુમન ચૌહાણ તથા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને બાકી અન્ય મળીને કુલ 11 સદસ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેમણે 18 વર્ષથી જેલમાં બંધ આ કેદીઓને છોડવા અંગે નિર્ણય લીધો હતો.
18 વર્ષથી જેલમાં બંધ હતા કેદીઓ
ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં દાહોદ જિલ્લાના રંધીકપુર ખાતે ગેંગ રેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની ઘટના બની હતી. આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી બાદ 11 લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે બાદથી તમામ કેદીઓ જેલમાં બંધ હતો.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
નોંધનીય છે કે, વર્ષ 2002માં ગોધરાકાંડ વખતે 17 જેટલા લોકોએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. દાહોદ પાસે રંધીકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કરી 7 લોકોની હત્યા કરી હતી. બિલકિસ પર પણ સામુહિક દુષ્કર્મ આચરાયું હતું. આ દરમિયાન બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. આ મામલે વર્ષ 2008માં આરોપીઓને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT