BIG BREAKING: Nitish Kumar એ બિહારના મખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, NDA સાથે આજે જ નવી સરકાર બનાવવાનો દાવો
નીતિશ કુમાર આજે મુખ્યપ્રધાન પદેથી આપ્યું રાજીનામું NDAમાં સામેલ થઈ શકે છે નીતિશ કુમાર આજે બપોરે તેઓ સરકાર બનાવી શેક છે Bihar Political Crisis: બિહારમાં…
ADVERTISEMENT
- નીતિશ કુમાર આજે મુખ્યપ્રધાન પદેથી આપ્યું રાજીનામું
- NDAમાં સામેલ થઈ શકે છે નીતિશ કુમાર
- આજે બપોરે તેઓ સરકાર બનાવી શેક છે
Bihar Political Crisis: બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે મુખ્યપ્રધાન પદ (Nitish Kumar Resigned) પરથી રાજીનામું આપ્યું છે. નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલને મુખ્યપ્રધાનપદેથી રાજીનામાનો પત્ર સુપરત કર્યો છે.
નીતિશ કુમારે JDU ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા. નીતીશ કુમારના આ પગલાને તે ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
Bihar CM and JD(U) president Nitish Kumar meets Governor at Raj Bhavan; tells him – We have decided to sever ties with the mahagathbandhan in the state. pic.twitter.com/qtO0zH1jAB
— ANI (@ANI) January 28, 2024
ADVERTISEMENT
આજે બપોરે તેઓ નવી સરકાર બનાવી શકે છે
સૂત્રો અનુસાર, આજે બપોરે તેઓ સરકાર બનાવવાનો દાવો કરશે, સરકાર બનાવવાની ફોર્મુલા 2020 જેવી જ હશે, જેમાં સ્પીકરનું પદ ભાજપ પાસે રહેશે અને બે નાયબ મુખ્યમંત્રી પણ ભાજપના જ રહેશે.
ADVERTISEMENT
શું છે સીટોનું સમીકરણ?
હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 78 વિધાનસભા સીટો છે, જ્યારે JDU પાસે 45 ધારાસભ્યો છે. જ્યારે NDAના સહયોગી પક્ષ HAM (Hindustani Awam Morcha) પાસે 4 ધારાસભ્યો છે. જો આપણે આ બધાને ઉમેરીએ તો આંકડો 127 પર આવે છે. જો RJD JDUના કેટલાક ધારાસભ્યોને તોડે છે તો કોંગ્રેસના 10 બળવાખોર ધારાસભ્યો નીતિશ કુમાર અને ભાજપની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
ભાજપને થશે મોટો ફાયદો
પશુપતિ પારસ, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહ અને જીતન રામ માંઝીને સન્માનજનક સ્થાન મળશે. ભાજપની નજર લવ-કુશ મતો પર પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે જો નીતિશ કુમાર અને કુશવાહા સાથે રહેશે તો ચૂંટણીમાં મોટો ફાયદો થશે. 2025ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જોરદાર ફાયદો થવાની અપેક્ષા છે.
લાલુ યાદવનો ગેમ પ્લાન બગાડી શકે છે કોંગ્રેસના MLA
તમને જણાવી દઈએ કે, બિહારમાં કોંગ્રેસના 19 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં જો 10 ધારાસભ્યો NDAમાં જોડાય છે તો RJD ચીફ લાલુ યાદવનો ગેમ પ્લાન બગડી શકે છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે તેઓ આટલી સરળતાાથી નીતિશ કુમારને ફરીથી સરકાર બનાવવા દેશે નહીં.
ADVERTISEMENT