ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ! કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ધાટન થાય ત્યાં સુધી પણ ન ટકી શક્યો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહાર: બિહારમાં પુલ તૂટવાની ઘટનાઓ ઘણી વખત સામે આવતી રહે છે. તાજેતરમાં જ વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં બેગુસરાય જિલ્લાના સાહેબપુર કમાલ વિસ્તારના ગંડક નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો છે. જાણકારી મુજબ, રવિવારે સવારે અચાનક જ બ્રિજના બે ટૂકડા થઈ ગયા. 2 દિવસથી આ બ્રિજમાં તિરાડો પડી હતી. વર્ષ 2016માં આ બ્રિજને બનાવવાનું શરૂ કરાયું હતું અને ઓગસ્ટ 2017 સુધીમાં તે બનીને તૈયાર થઈ જવાનો હતો. બ્રિજ બનાવવા માટે 13.42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સ્થાનિકોએ બ્રિજમાં તિરાડો પડવાની ફરિયાદ કરી હતી
જોકે બ્રિજ સુધી જવા માટેનો એપ્રોચ રોડ તૈયાર ન થયો હોવાના કારણે મોટાભાગનો વાહન વ્યવહાર બંધ હતો, પરંતુ ટ્રેક્ટર જેવા વાહનો જેમ તેમ કરીને બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. બ્રિજ રવિવારે સવારે 5 વાગ્યે તૂટી પડ્યો હતો, એવામાં દિવસ દરમિયાન જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ થઈ હોત. બ્રિજમાં થોડા દિવસો પહેલા જ તિરાડો પડી હતી, પરંતુ તેમાં કોઈ કામ ન કરાયું. જોકે આ મામલે હજુ સુધી બિહારની નીતિશ સરકાર કે પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

ઉદ્ધાટન પહેલા બ્રિજ ધરાશાયી
આ મામલે વિષ્ણુપુરના સરપંત સુબોધ યાદવનું કહેવું છે કે, તેમણે કામ શરૂ થતા જ તેમાં બેદરકારી જોઈ હતી અને તેની ફરિયાદ કરી હતી. જોકે તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ. મુખ્યમંત્રી નાબાર્ડ યોજના અંતર્ગત બનેલો ભ્રષ્ટાચારનો આ બ્રિજ ઉદ્ધાટન થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો. બ્રિજનો એક ભાગ તૂટીને ગંડક નદીમાં સમાઈ ગયો હતો. બ્રિજ તૂટી જતા 15થી 20 હજાર લોકોને તેની અસર થશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT