T20 World Cupનો સૌથી મોટો ઉલટફેર, ઓસ્ટ્રેલિયાને હરાવીને અફઘાનિસ્તાને લીધો બદલો

ADVERTISEMENT

AFG vs AUS highlights
અફઘાનિસ્તાનની જીતથી વધ્યું ભારતનું ટેન્શન?
social share
google news

AFG vs AUS highlights:  T20 વર્લ્ડ કપમાં સુપર 8 માટેની જંગ ચાલી રહી છે. 23 જૂન (રવિવાર)એ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાને ઐતિહાસિક પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું. મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 149 રન બનાવવાના હતા, પરંતુ તે 19.5 ઓવર્સમાં 127 રન પર જ આઉટ થઈ ગઈ. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત હતી.

વનડે વર્લ્ડ કપની હારનો લીધો બદલો

અફઘાનિસ્તાનની જીતનો હીરો ગુલબદ્દીન નાયબ રહ્યો, જેણે ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી. આ સાથે અફઘાનિસ્તાને ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો. ગત વર્ષે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ ગ્લેન મેક્સવેલે ઐતિહાસિક બેવડી સદી ફટકારીને અફઘાનિસ્તાન પાસેથી મેચ છીનવી લીધી હતી.

મેક્સવેલે 41 બોલમાં 59 રન બનાવ્યા

હવે આ મેચમાં પણ ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન પાસેથી મેચ છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુલબદ્દીન છેલ્લી ક્ષણે તેની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું. મેક્સવેલે 41 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા. આ સિવાય માત્ર માર્કસ સ્ટોઈનિસ (11) અને મિશેલ માર્શ (12) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા. જ્યારે ગુલબદ્દીન નાયબે ચાર વિકેટ લીધી હતી જ્યારે નવીન ઉલ હકે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

ADVERTISEMENT


ભારત નંબર 1 વન પર

અફઘાનિસ્તાનની જીત સાથે ગ્રુપ-1નું સમીકરણ રસપ્રદ બની ગયું છે. ભારત બે મેચમાં બે જીત સાથે નંબર વન પર છે. હવે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. જો ઓસ્ટ્રેલિયા તે મેચમાં હારી જશે તો તેની મુશ્કેલીઓ વધી જશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન માટે મોટી તક હશે અને જો તે બાંગ્લાદેશને હરાવશે તો તે સુપર 8માં પહોંચી જશે. ભારતનું પણ સેમિફાઈનલ બર્થ હજુ પૂરી રીતે કન્ફર્મ નથી થયું. તેણે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી પડશે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT