Bigg Boss 16 ફેમ Shiv Thakare અને Abdu Rozik ને ED નું સમન્સ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

Shiv Thakare Abdu Rozik
શિવ ઠાકરે અને અબ્દુ રોજિક EDની રડાર પર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

શિવ ઠાકરે અને અબ્દુ ઈડીના રડારમાં

point

ઈડીએ બંનેને મોકલ્યું સમન્સ

point

મની લોન્ડ્રિંગ મામલે કરાશે પૂછપરછ

Shiv Thakare Abdu Rozik Summoned By ED: ED (Enforcement Directorate) ઘણા સ્ટાર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે બિગ બોસ 16ના બે પોપ્યુલર કન્ટેસ્ટેન્ટ્સ અને જીગરજાન મિત્રો ઈડીના રડારમાં આવી ગયા છે. હવે શિવ ઠાકરે (Shiv Thakare)ને ઈડીએ સમન્સ પાઠવ્યું છે અને મામલો મની લોન્ડ્રિંગ સાથે સંબંધિત છે. આ સિવાય અબ્દુ રોજિક (Abdu Rozik)ને પણ EDનું સમન્સ મળ્યું છે. તમને જણાવી દઈએ કે, આ બંને બિગ બોસના કારણે આખી દુનિયામાં ફેમસ થઈ ચૂક્યા છે. આ બંનેની મિત્રતાના ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. શૉમાં સફળતા મળ્યા બાદ બંનેએ પોત-પોતાની રેસ્ટોરન્ટ ખોલી હતી, જે હવે વિવાદમાં આવી ગઈ છે અને હવે આ રેસ્ટોરન્ટને લઈને ઈડી બંનેની પૂછપરછ કરશે.

અબ્દુ અને શિવને ઈડીનું સમન્સ

 

વાસ્તવમાં ડ્રગ માફિયા કહેવાતા અલી અસગર શિરાઝી જેલમાં બંધ છે. હવે તેની સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં શિવ ઠાકરે અને અબ્દુ રોજિકને સમન્સ મોકલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સવાલ-જવાબ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ડ્રગ માફિયા અલી અસગર શિરાઝી 'હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ' નામની એક કંપની ચલાવતો હતો જે નાર્કો-ફંડિંગ જેવી વસ્તુઓમાંથી પૈસા કમાતી હતી. બાદમાં આ કંપની સ્ટાર્ટઅપ્સમાં પણ પૈસા લગાવતી હતી. આવી સ્થિતિમાં જ્યારે શિવ ઠાકરેએ પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું ત્યારે આ કંપની પણ તેમાં સામેલ હતી. શિવ ઠાકરેએ 'ઠાકરે ટી એન્ડ સ્નેક્સ' નામથી તેમનો નવો બિઝનેસ શરૂ કર્યો હતો. તો અબ્દુ રોજિકે 'બુર્ગિર' નામની પોતાની ફૂડ રેસ્ટોરન્ટ ખોલી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiv Thakare (@shivthakare9)

શિવ ઠાકરે બાદ હવે અબ્દુની કરાશે પૂછપરછ

 

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે શિવ ઠાકરેની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યાં સાક્ષી તરીકે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. શિવ ઠાકરે પછી હવે અબ્દુ રોજિકની પૂછપરછ કરવામાં આવશે. એટલે કે EDએ હવે અબ્દુ રોજિકને આ કેસમાં પોતાનું નિવેદન આપવા માટે સમન્સ પાઠવ્યું છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકને એવી ખબર નહતી કે  'હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ' કંપની નાર્કો-ફંડિંગમાં સામેલ છે. પરંતુ આ બંનેને આ વાતની જાણ થતાં જ તેમણે આ કંપની સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ તરત જ ખતમ કરી દીધો હતો. શિવ ઠાકરેએ તેમના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે તેઓ વર્ષ 2022-2023માં હસ્ટલર્સ હોસ્પિટાલિટી ડિરેક્ટર કૃણાલ ઓઝાને મળ્યા હતા.

ADVERTISEMENT

વધુ વાંચો...જરાય શરમ નથી આવતી? હવે કોન્ડોમના પેકેટ પર પણ ચૂંટણીનો પ્રચાર, આ બે પાર્ટીઓના નેતાઓ ઘરે-ઘરે જઈને વહેંચી રહ્યા છે પેકેટો! 


બંનેની રેસ્ટોરન્ટ સાથે જોડાયેલો છે વિવાદ 

 


ત્યારે કૃણાલ ઓઝાએ શિવને તેની રેસ્ટોરન્ટ માટે એક શાનદાર ડીલ આપી હતી. આ ઓફર અનુસાર, ‘હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ’ એ ‘ઠાકરે ટી એન્ડ સ્નેક્સ’ પર મોટું રોકાણ કર્યું છે. પરંતુ ત્યારે શિવ ઠાકરે અને અબ્દુ રોજિકને આ બાબતની કોઈ જાણકારી નહોતી. હવે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT