સસ્તા અનાજના દુકાનદારોની હડતાળને લઈને મોટા સમાચાર, સરકાર સાથેની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળને લઈને રાજ્ય સરકાર સાથેની એસોસિએશનની બેઠક સફળ સાબિત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.સસ્તા અનાજની દુકાનધારકોના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાયા બાદ હડતાળ સમેટાઈ ગઈ છે.આવતીકાલથી સસ્તા અનાજની દુકાનો રાબેતા મુજબ ખુલશે.

આજે ફરી યોજાઈ હતી બેઠક

રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. ગઈકાલે રાજ્ય સરકાર અને સસ્તા અનાજની દુકાનના ધારકોની બેઠકમાં પડતર માગણીઓને લઈ કોઈ ઉકેલ ન આવતા આજે ફરી એસોસિએશન અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી નવેમ્બર માસમાં દિવાળી તહેવારના કારણે દુકાનધારકોને હડતાળ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ એસોસિએશન હડતાળ સમેટી લેવાનો નિર્ણય લીધો હતો.

દુકાનધારકોને કરાયો હતો અનુરોધ

આ બેઠક પૂર્ણ થયા બાદ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, આજે એસોસિએશન સાથે ફરી બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારે સસ્તા અનાજના દુકાનદારોને દિવાળી તહેવારના કારણે દુકાનધારકોને હડતાળ ન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ દિવાળી બાદ સરકાર સમક્ષ પોતાની યોગ્ય માંગણીઓ રજૂ કરવા જણાવ્યું હતું. આ બાબતે એસોસિએશન સમંત થયું છે.એસોસિએશને તહેવાર અને લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને પોતાની હડતાળ સમેટી લેવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

શું છે દુકાનદારોની માંગ?

ગુજરાતમાં જેટલી સસ્તા અનાજની દુકાન છે, તેમાં 300 કરતા ઓછા રેશનકાર્ડ રજિસ્ટર થયા હોય તેવી દુકાનોને રાજ્ય સરકાર દ્વારા રુ. 20,000 જેટલું કમિશન આપવામાં આવે છે. જ્યારે 300થી વધુ રેશનકાર્ડ ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર તરફથી કોઈ કમિશન આપવામાં આવતું નથી. ત્યારે સરકાર તમામ રેશનિંગની દુકાનધારકોને 20,000 રૂપિયા કમિશન આપે તેવી વેપારીઓની માંગ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT