PM મોદીની સભામાં ફાયરિંગ? અચાનક ડ્રોન આવી જતા પોલીસ અને SPG એ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે બાવળામાં સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમની સિક્યુરિટીમાં મોટી ચુક સામે આવી હતી. વડાપ્રધાન જ્યારે અમદાવાદના બાળવામાં રેલી સંબોધી રહ્યા હતા, ત્યારે અચાનક વડાપ્રધાનની ઉપર એક ડ્રોન ઉડતુ આવ્યું હતું. જો કે ગુજરાત પોલીસના એક કોન્સ્ટેબલનું ધ્યાન ગયું હતું. એસપીજીના ધ્યાને પણ આ વાત આવી હતી. જેથી તેમણે પોલીસનું ધ્યાન દોર્યું અને ડ્રોન ઉતારી લેવામાં આવ્યું હતું.

ભાજપના જ ફોટોગ્રાફરે ડ્રોન ઉડાવ્યું
બીજી તરફ આ ડ્રોન ભાજપ દ્વારા જ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રહેલા વ્યક્તિ દ્વારા ઉડાવવાવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ફોટોગ્રાફર દ્વારા ઉડાડવામાં આવ્યું હોવાથી તેમાં કોઇ શંકાસ્પદ વસ્તું મળી નહોતી. જો કે પીએમની સુરક્ષાને ધ્યાને રાખતા ફોટોગ્રાફરની તત્કાલ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કુલ 3 લોકોની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.

એસપીજી દ્વારા ડ્રોનને શુટ કરી દેવાયું અને અફડાતફડી સર્જાઇ હોવાની વાત અફવા નિકળી
જો કે આ ઘટના અંગે બીજી વાત એવી પણ વહેતી થઇ છે કે, પીએમ પર દુરથી ડ્રોન આવી રહેલું જોઇને તત્કાલ એસપીજી કમાન્ડોએ આ ડ્રોનને શુટ કરી દેવામાં આવ્યું હતું. ફાયરિંગ થતા થોડા સમય માટે અફડાતફડી પણ મચી ગઇ હતી. પોલીસ દ્વારા તત્કાલ સભામાં લોકોને શાંત પાડવામાં આવ્યા હતા. જ્યારે એસપીજીએ પીએમને કવર કરી લીધા હતા. જો કે આ વાત પોકળ હોવાનું એસપીએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

ડ્રોનમાંથી કંઇ જ વાંધાજનક નહી મળતા તંત્રને હાશકારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રોનમાંથી કાંઇ વાંધાજનક ન મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. પીએમ હોય તેવી સ્થિતિમાં ડ્રોન ઉડાવી શકાય નહી તેવો નિયમ છે. જો કે ફોટોગ્રાફરને આ અંગે કોઇ માહિતી નહી હોવાથી તેણે ડ્રોન ઉડાવ્યું હતું. હાલ તો પોલીસ પુછપરછ કરી રહી છે. ડ્રોનમાંથી કંઇ જ વાંધાજનક નહી મળતા પોલીસ અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT