BIG BREAKING: શિંદે ગ્રુપ જ છે સાચી શિવસેના, ચૂંટણી પંચે નામ-નિશાન ફાળવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ચૂંટણી પંચે આજે ખુબ જ મહત્વનો ચુકાદો આપતા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે શિંદે જુથને શિવસેનાનું અધિકારીક નામ આપ્યું છે. અધિકારીક તીર કમાનનું નિશાન પણ શિંદે જુથને ફાળવી દીધું છે. જેના પગલે હવે ઉદ્ધવ ઠાકરે પાસે ન તો શિવસેનાનો સિમ્બોલ રહેશે કે ન તો તેનું નામ. તમામ શિંદે ગ્રુપના ફાળે ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેનાને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. પહેલા સરકાર ગુમાવ્યા બાદ શિવસેનાને સિમ્બોલ અને નામ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ચાર જુલાઇ 2022 માં થયેલા શક્તિ પરીક્ષણ દરમિયાન મોટા ભાગના ધારાસભ્યોએ શિંદેનું સમર્થન કર્યું હતું. ફ્લોર ટેસ્ટમાં માત્ર 15 ધારાસભ્યોએ જ ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કર્યું હતું. જ્યારે 40 ધારાસભ્યોએ શિંદે જુથને પોતાનું સમર્થન આપ્યું હતું. ત્યાર બાદથી જ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો.

મહારાષ્ટ્રની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે હવે એક મોટા સમાચારો સામે આવ્યા છે. શિવસેનાના નામ અને પાર્ટીના સિમ્બોલનો હક એકનાથ શિંદે ગ્રુપને આપી દેવાયું છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે આજે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય જાહેર કરી દેવાયો છે.

ADVERTISEMENT

બીજી તરફ ચૂંટણી પંચે આપેલા નિર્ણય બાદ નામ અને નિશાન બંન્ને ઉદ્ધવ ગુમાવી ચુક્યા છે. ઇલેક્શન કમિશને શિંદે જુથને પાર્ટીનું નામ અને શિવસેના પ્રતિક તીર કમાન સોંપી દીધું છે. ગત્ત વર્ષે જુનમાં જ્યારે એકનાથ શિંદેએ તખતા પલટ કર્યું હતું તો પાર્ટીમાં બે જુથ ઉભરી આવ્યા હતા. પાર્ટી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સર્થકો વચ્ચે વહેંચાઇ ગઇ હતી. શિંદે જુથના બળવા બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સીએમ પદની ખુરશી પણ ગુમાવવી પડી હતી. ત્યાર બાદ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT