કોંગ્રેસનો બીજા તબક્કાની ચૂંટણી પહેલા મોટો દાવ, જાહેર કર્યો મુખ્યમંત્રી ચહેરો?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ધમાસાણ શરૂ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે …
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ધમાસાણ શરૂ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસે માસ્ટર સ્ટોક માર્યો છે. કોંગ્રેસે ઠાકોર સમાજના મુખ્યમંત્રી રહેશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાતમાં કોંગ્રેસનો આ નિર્ણય ખુબ મહત્વપૂર્ણ ગણાવી શકાય. કારણ કે કોંગ્રેસની સરકાર બની તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી હશે. આ સાથે જો કોંગ્રેસની સરકાર બની તો સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે.તેવું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે. કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટો ખેલ પડ્યો છે.
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર બની રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર્તા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ તમામ સમાજને સાથે લઈ આગળ વધશે.
ADVERTISEMENT
ADVERTISEMENT