જયસુખ પટેલે અંતગ સ્વાર્થ માટે અધૂરા સમારકામે બ્રિજ ખુલ્લો મુકી દીધો, ચાર્જશીટમાં બીજા શું ઘટસ્ફોટ થયા?
મોરબી: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટના મામલે પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર માટો આક્ષેપ કરાયો છે.…
ADVERTISEMENT

મોરબી: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટના મામલે પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર માટો આક્ષેપ કરાયો છે. જે મુજબ જયસુખ પટેલે પોતાના અંગત સ્વાર્થ માટે અધૂરા સમારકામે જ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો. આ પાછળ આર્થિક લાભ ખાંટવાનો પણ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.
1 વર્ષની જગ્યાએ 6 મહિનામાં બ્રિજ ખોલી દીધો
ખાસ વાત છે કે બ્રિજના સમારકામ માટે એક વર્ષની મુદત હતી, જોકે 6 મહિનામાં જ બ્રિજનું સમારકામ કરીને તેને પૂર્ણ કરી દેવામાં આવ્યું અને બેસતા વર્ષે જ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. બ્રિજના કેબલમાંથી એક કેબલ નબળો હતો છતાં સમારકામમાં બેદરકારી દાખવવામાં આવી જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના કેબલમાં 49માંથી 22 જેટલા તાર કાટ ખાઈ ગયા હતા, છતાં તેને રિપેર કરવામાં નહોતા આવ્યા. પોલીસની ચાર્જશીટમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટેકનિકલ મદદ લીધા વિના જ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું. તથા નજીકના ભવિષ્યમાં જયસુખ પટેલ ન પણ મળે તેવો ઉલ્લેખ પણ કરાયો છે.
આ પણ વાંચો: સુરતમાં લેડી ડોન ભૂરીનો ફરી આતંક, જાહેરમાં છરો લઈને રોડ પર કરી મારામારી, જુઓ CCTV
ADVERTISEMENT
મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત
નોંધનીય છે કે 30મી ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝુલતો બ્રિજ તૂટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જેમાં તાત્કાલિક 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં મોરબી કોર્ટમાં પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેદવારમાં આવ્યું હતું. હાલમાં જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે ઓરેવા ગ્રુપના માલિક સામે વોરન્ટ પણ પોલીસ દ્વારા ઈશ્યૂ કરવામાં આવી ચૂક્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT