રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો સરકાર રચવાનો દાવો, જાણો ક્યારે લેશે ભૂપેન્દ્ર પટેલ શપથ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. હવે ભાજપ શપથ ગ્રહણ માટેની તૈયારી કરી રહ્યું છે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના શપથ માટેની તૈયારી કરી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ભાજપનું મવડી મંડળ રાજભવન ખાતે પહોંચ્યું હતું. અહીં તેઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરીને નવી સરકારની રચના માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આપવામાં આવેલા આ પ્રસ્તાવમાં ભાજપના તમામ 156 ધારાસભ્યોની સહી સાથેનો પત્ર મુકવામાં આવ્યો હતો. આ સાથે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ સમારોહ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે સમય માંગ્યો હતો. જેથી તેઓએ શપથ ગ્રહણ માટે 12મી ડિસેમ્બરનો સમય આપ્યો હતો. આગામી 12મી ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.

ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ
આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના  પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં નિરીક્ષકો રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. તમામ ધારાસભ્યોના સમર્થન બાદ ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT