ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વાઘાણી, શંકર ચૌધરી સહિત આ મોટા ચહેરાઓની બાદબાકી?
ગાંધીનગર: ગુજરાતમાં આજે નવી ભૂપેન્દ્ર સરકારની શપથવિધિ સમારોહ છે. ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે જ નવી સરકારના મંત્રીમંડળમાં 16 જેટલા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં આજે નવી ભૂપેન્દ્ર સરકારની શપથવિધિ સમારોહ છે. ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે જ નવી સરકારના મંત્રીમંડળમાં 16 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે, જેમાં કેટલાક જૂના મંત્રીઓને ફરીથી રિપીટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક દિગ્ગજ નેતાઓની બાદબાકી થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
કયા મોટા નેતાઓને નથી આવ્યા ફોન
ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના મંત્રીમંડળના શપથ લેવા માટે હજુ પણ કેટલાક મોટા નેતાઓને ફોન નથી આવ્યા. એવામાં મંત્રીમંડળની પસંદગી બાબતે ભારોભાર અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ મોટા નેતાઓની વાત કરીએ તો શંકર ચૌધરી, જીતુભાઈ વાઘાણી, રમણલાલ વોરા, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડીયા, પુર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુન ચૌહાણ, મનીષા વકીલ, જીતુ ચૌધરી અને વિનુ મોરડીયાને કોઈ ફોન ન આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આ નેતાઓની નવા મંત્રીમંડળમાં આજે તક મળશે કે પછી બાદબાદી કરવામાં આવશે.
શંકર ચૌધરીને ફોન ન આવ્યો હોવાની ચર્ચા
જોકે અત્યાર સુધીમાં ભાજપના જે 16 ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવ્યા છે, તેમાં ઘણા જૂના અને દિગ્ગજ નેતાઓના નામની બાદબાકી થઈ છે. બનાસ ડેરીના ચેરમેન અને થરાદથી ધારાસભ્ય એવા શંકર ચૌધરીનું નામ પણ યાદીમાંથી ગાયબ છે, એવામાં તેમને વિધાનસભાના અધ્યક્ષનું પદ મળે તેવી પણ શક્યતા છે. જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન જ અમિત શાહે તેમને મંત્રી બનાવવાની વાત કરી હતી, એવામાં જો તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે તો ચોક્કસપણે તેમનું પદ નાનું થાય એમ કહેવાય. જોકે તેમની સાથે અન્ય બે નેતાઓના નામ પણ આ પદ માટે આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેવામાં હવે જોવાનું રહેશે કે વિધાનસભા અધ્યક્ષનું પદ કોના ફાળે જાય છે.
ADVERTISEMENT
મોડી રાત્રે ધારાસભ્યોને ફોન કરીને જાણ કરાઈ
સૂત્રો મુજબ, મોડી રાત્રે 16 જેટલા ધારાસભ્યોને ગઈકાલે મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હતા અને તેઓ આજે મંત્રીપદના શપથ ગ્રહણ કરી શકે છે. ત્યારે જાણો કયા કયા ધારાસભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય તરફથી ફોન આવ્યા છે.
- હર્ષ સંઘવી- મજૂરા
- ઋષિકેશ પટેલ
- કનુભાઈ દેસાઈ
- રાઘવજી પટેલ
- પ્રફુલ્લ પાનસેરીયા- કામરેજ
- મુળુભાઈ બેરા
- પુરુષોત્તમ સોલંકી
- જગદીશ પંચાલ – નિકોલ
- મુકેશ પટેલ – ઓલપાડ
- કુંવરજી બાવળીયા
- ભાનુબહેન બાબરીયા
- કુબેર ડિંડોર
- બળવંતસિંહ રાજપુત
- બચુભાઈ ખાબડ
- દેવાભાઇ માલમ – કેશોદ
- ભીખુભાઈ પરમાર – મોડાસા
ADVERTISEMENT