પટેલ સરકારનું 1 વર્ષ: નિર્વિવાદિત છબીવાળા ભૂપેન્દ્ર પટેલ પર હવે ચૂંટણી પાર પાડવાની મોટી જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભૂપેન્દ્ર પટેલ સરકારનું (Bhupendra Patel) આજે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ગત વર્ષે આખે આખી રૂપાણી સરકારને બદલીને ભાજપ હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. અને 13મી સપ્ટેમ્બરના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું 1 વર્ષ પૂરું થવા પર 3 દિવસ સુધી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત વિશ્વાસથી વિકાય યાત્રા હેઠળ નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે હવે આગામી સમયમાં તેમની સામે વિધાનસભાની ચૂંટણી પાર પાડવાની મોટી જવાબદારી હશે.

એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધેલા મહત્વના નિર્ણય

  • સચિવાલયના દરવાજા સામાન્ય જનતા માટે ખોલ્યા
  • સોમવાર-મંગળવાર એમ અઠવાડિયામાં 2 દિવસ મંત્રીઓએ ફરજિયાત લોકોને સાંભળવા
  • અધિકારીઓને પણ જન પ્રતિનિધિઓને સાંભળવા માટે સિસ્ટમ ઉભી કરી
  • મંત્રીઓના PA-PSમાં નો-રીપીટ થીયરીનો અમલ કર્યો
  • વર્ષો જૂની પૂર રાહત સહાયના નિયમો બદલી વળતરમાં વધારો કર્યો
  • સરકારી કર્મચારીઓના બદલીઓના નિયમોમાં ફેરફાર કર્યો
  • રાજય સરકારના બજેટમાં મોટા પ્રોજેકેટસના બદલે નાના વર્ગને આવરી લેતી જાહેરાતો
  • સગર્ભા મહિલાઓ માટે 270 દિવસની પોષણ સુધા યોજના
  • તમામ નાગરિકો માટે નીરામય ગુજરાત અભિયાનની શરૂઆત
  • ઘરે બેઠા ઓનલાઈન FIRને મંજૂરી
  • પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપતા ડાંગમાં 100% પ્રાકૃતિક ખેતીનો અમલ

નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1 વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાની નિર્વિવાદિત છબી જાળવવામાં સફળ રહ્યા છે. તેમના પર કોઈ ગંભીર આરોપ લાગ્યા નથી. સરકારનું 1 વર્ષ પૂરું થવા પર રૂ.10 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ, સહાય યોજનાઓની જાહેરાત 3 દિવસમાં સરકાર દ્વારા કરાશે.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ થવા પર આજે રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે સેમી કન્ડક્ટરના નિર્માણ ક્ષેત્રે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા રૂ.1.54 લાખ કરોડના રોકાણ માટેના MOU કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમી કંડકટરમાં દેશ આગળ વધે તે PMનું સ્વપ્ન છે. સેમી કંડકટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. સેમી કંડક્ટર પ્રોજેકટ શરૂ થવાથી રાજ્યના એક લાખ યુવાનોને નવી રોજગારી મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT