ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, 12મીએ યોજાશે નવી સરકારની શપથવિધિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ ફરી એકવાર પોતાની સરકાર બનાવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે પહોંચીને રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. બપોરે 12 વાગ્યે ભૂપેન્દ્ર પટેલે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સાથે રાજીનામું આપી દીધું, હવે આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો આ શપથવિધિ સમારોહ યોજાશે.

CM સાથે કેબિનેટે પણ આપ્યું રાજીનામું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, હર્ષ સંઘવી, પંકજ દેસાઈ, ઋષિકેશ પટેલ તથા પ્રદીપ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે, ગઈકાલે જાહેર થયેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સરકારના 20માંથી 19 જેટલા મંત્રીઓ જીતી ગયા છે. આવું પહેલીવાર બન્યું હશે જ્યારે મોટાભાગનું આખું મંત્રીમંડળ જીતી ગયું હોય.

ADVERTISEMENT

ભાજપની 156 સીટ સાથે પ્રચંડ જીત
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસને 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે અને આમ આદમી પાર્ટીને 5 સીટો મળી છે. ત્યારે ભાજપે કોંગ્રેસનો 149 સીટનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT