ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભૂપેન્દ્ર પટેલે જીતની ખુશી વ્યક્ત કરી, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 જેટલી બેઠકો મેળવી રહ્યું છે. 2017થી 2022માં કોંગ્રેસે જેટલા ધારાસભ્યો ગુમાવ્યા એટલા ધારાસભ્યો 2022ની ચૂંટણીમાં જીત્યા નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ બગડી છે. વિધાનસભાની અસર રાજ્યસભાની ચૂંટણી પર પડશે. આ દરમિયાન ભાજપની જીતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

ભૂપેન્દ્ર પટેલે મતદારોનો માન્યો આભાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલનો દબદબો રહ્યો 
ઘાટલોડિયા બેઠક પર કુલ મત 255833 હતા જેમાંથી 205867 મત ભુપેન્દ્ર પટેલે મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો. અમીબેન યાજ્ઞિકને 20418 જ મત મળ્યા છે. તેમની સામે રહેલા આમ આદમી પાર્ટીના નેતા વિજય પટેલને 15470 મત મળ્યા છે. તે સિવાયના તમામ ઉમેદવારો 1000થી ઓછા મતમાં સમેટાઈ ગયા છે. મતલબ કે નિયમ પ્રમાણે છઠ્ઠા ભાગે તેમને 42647 મત ઓછામાં ઓછા મેળવવાના હતા પરંતુ તે નહીં મળતા એક પણ ઉમેદવારની ડિપોઝિટ બચશે નહીં. તમામ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થશે. આ બેઠક પર 3845 મત નોટામાં પડ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT