ભાવનગર પશ્ચિમ બેઠક પર આરપારની લડાઈ, જાણો આ સીટનો ઇતિહાસ અને રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી રહી છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી લડીલેવાના મૂડમાં છે. એક બાદ એક નવા દાવ પેચ રમી રહ્યા છે. મતદારને મનાવવા પ્રયાસો કરી રહ્યા છે. પોતાના તરફ સમીકરણો ગોઠવી રહ્યા છે. ત્યારે ભાવનગર પશ્ચિમ બેઠકનું રાજકારણ સતત ચર્ચામાં છે. જીતુ વાઘાણી આ બેઠક પર સિટિંગ ધારાસભ્ય છે. ત્યારે ભાજપને માટ આપવા માટે 14 ઉમેદવારો મેદાને છે. આ બેઠક પર 15 નેતાઓ જંગ લડી રહ્યા છે.

rમત વિસ્તાર
ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા GIDC પણ આવેલી છે.

2012થી મતદારનો મિજાજ
ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે.

ADVERTISEMENT

વ્યવસાય
મુખ્ય વ્યવસાયમાં કોઈ મોટી ફેક્ટરી નથી આ વિસ્તારમાં. અહી યાર્ડમાં મજૂરોને કામ મળી રહે છે. તો ચિત્રા જીઆઈડીસીમાં પણ ઉદ્યોગ હોવાથી શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકોને નોકરીઓ પ્રાપ્ત થયેલી છે. આ સિવાય સૌથી વધુ હીરાના વ્યવસાયમાં લોકો રોજગારી મેળવી રહ્યા છે.

2017નું સમીકરણ
ભાવનગર પશ્ચિમ બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ વિધાનસભામાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 1,8,9,10, 11,12, 16 અને 17 વોર્ડ તથા ભાવનગર તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. 2017માં આ બેઠક પર કુલ 62.08% મતદાન થયું હતું.

ADVERTISEMENT

2017 માં ભાજપે આ બેઠક માટે જીતુ વાઘાણીને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે દિલીપસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 55.28% એટલેકે 83,701 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 37.33% એટલેકે 56,516 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ બાજી મારી હતી. 2017માં આ બેઠક માટે 10 ઉમેદવારો મેદાને રહ્યા હતા. જીતુ વાઘાણીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તે પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

ADVERTISEMENT

આ કારણે બેઠક છે ચર્ચામાં
ભાવનગર પશ્ચિમ બેઠક પહેલા ભાવનગર દક્ષિણ સાથે જોડાયેલી હતી 2007 બાદ નવું સિમાંકરણ કરવામાં આવ્યું અને ભાવનગર દક્ષિણ બેઠક તૈયાર થઇ. આ બેઠક પરથી જીતનાર જીતુ વાઘાણીને ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બેઠક પરથી ગુજરાત રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ તરફથી ચૂંટણી જીતી ચુક્યા છે. જીતુ વાઘાણી પોતાના નિવેદનોને લઇ સતત વિવાદમાં રહે છે. આમ આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે આ વર્ચસ્વની લડાઈ છે જયારે આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણ મોડલને લઇ ચૂંટણી લડવા તૈયાર છે ત્યારે શિક્ષણમંત્રીની આ બેઠક આમ આદમી પાર્ટી માટે પણ ખુબ જ મહત્વની રહેશે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની શાળાઓની મુલાકાત પણ લીધી હતી. જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટી શિક્ષણનો મુદ્દો બનાવશે. જ્યારે શક્તિસિંહ ગોહિલ પણ આ બેઠક પર રસ લેશે.

મતદારો
ભાવનગર પશ્ચિમ બેઠક પર કુલ 264313 મતદારો છે. જેમાંથી 137306 પુરુષ મતદારો છે જયારે 126981 સ્ત્રી મતદારો છે અને 26 અન્ય મતદાર છે.

આ બેઠક પર કોનું પ્રભુત્વ
ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક  પર જ્ઞાતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધુ છે. . 2012થી ભાવનગર પશ્ચિમ  વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે.

ભાવનગર પશ્ચિમ બેઠક પર આ ઉમેદવારો મેદાને

અપક્ષ- સર્ફરાજ કુરેશી
આપ- રાજુ સોલંકી
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા- યુનુસ શેખ
અપક્ષ- મનસુખ સોલંકી
કોંગ્રેસ- કિશોરસિંહ ગોહિલ
ભાજપ- જીતુ વાઘાણી
અપક્ષ- અશોક રાઠોડ
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)- મનહર રાઠોડ
અપક્ષ- સવિતા સોલંકી
અપક્ષ- રાજેશ સોલંકી
અપક્ષ- જયાબેન બોરિચા
અપક્ષ- યાસ્મીનબેન મલેક
અપક્ષ- ગોપાલ બોળિયા
બસપા- દિનેશ રાઠોડ
વ્યવસ્થા પરિવર્તન પાર્ટી- ગોબર બારૈયા

રાજકીય ઇતિહાસ
આ બેઠક પર 10 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 4 વખત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જ્યારે 4 વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે. આ સાથે એક એક વખત કોંગ્રેસ આઈ અને NCO ના ઉમેદવાર જીત્યા છે.

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1975- NCOના ઉમેદવાર મણિલાલ ગાંધી વિજેતા થયા.
1980-INC(I) ઉમેદવાર ત્રંબકલાલ પટેલ વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર શશિભાઈ જમોડ વિજેતા થયા.
1990- કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા.
1995- કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર સુનિલ ઓઝા વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર સુનિલ ઓઝા વિજેતા થયા.
2007- કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા.
2012- ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિજેતા થયા.
2017 -ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિજેતા થયા.

    follow whatsapp

    ADVERTISEMENT