ધારાસભ્ય અને સાંસદ પર દબાણ આવતા ભાવનગરમાં અશાંતધારો લાગુઃ ફટાકડા ફોડી ઉજવણી પણ કરાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે.

27 વર્ષ જુની માગ પર અચાનક મહોર વાગી
આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.

આ વિસ્તારો અશાંતધારા હેઠળ
શહેરના પૂર્વ વિસ્તારમાં હિન્દુ સંગઠનોની રજૂઆત અને ધારાસભ્ય સેજલ પંડ્યાના પ્રયાસથી અશાંતધારો લાગુ થયો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.

ADVERTISEMENT

મારી 2024 ની ત્રીજી ટર્મમાં હિન્દુસ્તાન વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે

10 દિવસનું આપવામાં આવ્યું હતું અલ્ટિમેટમ
ભાવનગરમાં અશાંતધારો લાગું કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા ત્રણ દિવસ પહેલા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ અંગે હિન્દુ સંગઠનના આગેવાનોએ કહ્યું કે, હિંદુત્વ વાદીની સરકારમાં 27 વર્ષથી ભાવનગરમાં હિંદુ સંગઠન દ્વારા અશાંતધારાની માંગ થઈ રહી છે. સંગઠન દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જે પૂરું થતા શહેરના મોખડાજી સર્કલ ખાતે સૂત્રોચાર સાથે દેખાવ કર્યો હતો. ધારાસભ્ય સેજલ પંડ્યાના ઘરની બહાર રામધુનનો કાર્યક્રમ રાખેલ હતો. પરંતુ પોલીસ દ્વારા ઘર પર પહોંચે તે પહેલા હિંદુ સંગઠનને અટકાવી દીધું હતું પરંતુ બીજું ગ્રુપ છુપી રીતે ધારાસભ્યના ઘરની બહાર પહોંચી જઈ સૂત્રોચાર કર્યા હતા. હિન્દુ સંગઠનનું માનવું છે કે નબળી નેતાગીરીના કારણે ભાવનગરમાં અશાંતધારો લાગુ થતો નથી.

અગાઉ ભૂતકાળમાં પ્રજાએ અનેક કોમી રમખાણ જોયા છે જેનું સાક્ષી ભાવનગર રહ્યું છે. અશાંતધારાની માંગ આજકાલથી નહીં પરંતુ 27 વર્ષથી થઈ રહી છે. ભાવનગર શહેર વિસ્તારમાં અનેક એવા ડિસ્ટર્બ એરિયા છે કે જ્યાં અલગ અલગ ધર્મના લોકોએ વિસ્તારમાં પ્રવેશ કરીને મકાનોની લે-વેચ કરી છે અને મકાનોના સોદા કર્યા છે. જેમાં શહેરનાં ક્રેસન્ટ વિસ્તાર, હલુંરીયા ચોક, ગીતા ચોક, ઘોઘા સર્કલ, ગૌરીશંકર, મોખડા જી સર્કલ, વડવા સહિતના વિસ્તાર સામેલ છે. જ્યારે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ દ્વારા પણ અશાંતધારાને લઇ ખૂબ રાજકારણ કરવામાં આવે છે. ધારાસભ્ય દ્વારા હિન્દુઓના મત લેવા માટે વચનો આપવામાં આવે છે. આજે એ જ વચનોને લઈ હિન્દુ સંગઠનો ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યા, જીતુ વાઘાણી સહીત ભાવનગરના સાંસદ ભારતી શિયાળના ઘરે આવનારા દિવસોમાં હિંદુ સંગઠન કાર્યક્રમ આપવાના હતા.

ADVERTISEMENT

અશાંતધારો લાગુ થયા પછી ઉજવણીનો વીડિયો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT