ભરુચમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત 45થી વધુને ફૂડ પોઇઝનિંગ, હજુ ફોર્મ ભરવાનું પણ બાકી છે
ભરુચ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ નેતાઓએ પોત પોતાના પક્ષ માટે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. બીજી તરફ આજે પહેલા ચરણની ચૂંટણીના ફોર્મ ભરવાનો પહેલો…
ADVERTISEMENT
ભરુચ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ નેતાઓએ પોત પોતાના પક્ષ માટે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. બીજી તરફ આજે પહેલા ચરણની ચૂંટણીના ફોર્મ ભરવાનો પહેલો દિવસ છે. આ વચ્ચે કોંગ્રેસના ભરૂચના ઉમેદવાર પર એક મોટી ઉપાધિ આવી પડી છે. ભરુચમાં વાગરા બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલ ફૂડ પોઇઝનિંગનો શિકાર બની ગયા છે. ખાસ વાત એ છે કે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ સુલેમાન પટેલે હજુ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
જાહેર કાર્યક્રમમાં સામુહિક ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ
ભરુચના વાગરા તાલુકામાં ચાંચવેલ ગામે નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સામુહિક ભોજન લીધા બાદ કાર્યક્રમમાં હાજર 45થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી. જેમાં વાગરાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ સામેલ હતા. તબિયત લથડતા સુલેમાન પટેલ સહિત તમામ અસરગ્રસ્તોને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
સુલેમાન પટેલ આજે સોમવારે જ ઉમેદવારી નોંધાવવા માટે જવાના હતા. જોકે આ પહેલા જ તેમને ફૂડ પોઇઝનિંગની અસર થતા તેઓ તથા તેમના સમર્થકો ચિંતામાં પડી ગયા હતા. હોસ્પિટલમાં પણ તેઓ એક જ વાતનું રટણ કરી રહ્યા હતા કે મારે ઉમેદવારી પત્ર ભરવાનું બાકી છે.
ADVERTISEMENT
ધાનાણી-મોઢવાડિયાએ ફોર્મ ભર્યું
નોંધનીય છે કે, આજે કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કરી દીધું છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ એક્ટિવા પર પત્ની સાથે જઈને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોરબંદર પાંત કચેરીએ જઈને ફોર્મ ભર્યું હતું.
ADVERTISEMENT