VIDEO: ‘રોડ બનાવવા પૈસા છે પણ જગ્યા નથી, એટલો વિકાસ કર્યો છે,’ BJP MLAનો વાણીવિલાસ
ભરૂચ: વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. ભરૂચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્યએ રોડ બનાવવા તેમની…
ADVERTISEMENT
ભરૂચ: વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. ભરૂચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્યએ રોડ બનાવવા તેમની પાસે જગ્યા જ ન હોવાનું કહેતા તેઓ ટ્રોલ થઈ ગયા હતા.
ભરૂચના કાર્યક્રમમાં MLA દુષ્યંત પટેલ બોલ્યા
એક કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે કહ્યું કે, મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે. પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ બનાવી શકાય એટલી જગ્યા જ નથી. એટલો વિકાસ આટલા દિવસમાં કર્યો છે. મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં હું આ રોડ લખીને ટાઉન પ્લાનના કામોમાં આપી શકું.
રોડ બનાવવા પૈસા છે પણ જગ્યા નથી: દુષ્યંત પટેલ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય ભરૂચ#road #bharuch #bjp pic.twitter.com/zXDRdipnl6
— Gujarat Tak (@GujaratTak) September 6, 2022
ADVERTISEMENT
રાજ્યભરમાં ખરાબ રસ્તાથી લોકો ત્રાહીમામ
નોંધનીય છે કે તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં બે માસુમ બાળકી અને દંપતિના મોત થયા હતા. એવામાં નાયબ મુખ્ય દંડકના આ નિવેદન બાદથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. રાજ્યભરમાં ચોમાસાની સીઝનમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામ-શહેર તમામ જગ્યાએ ડિસ્કો રસ્તાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT