AAP નેતાના પત્નીને 5 વર્ષની કેદ અને રૂ.29 હજારનો દંડ, 15 વર્ષ પહેલા આચર્યું હતું અનાજ કૌભાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચ: ભરૂચમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નગરસેવક મનહર પરમારની પત્નીને 15 વર્ષ જૂના એક કેસમાં ભરુચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 5 વર્ષની સજા અને રૂ.29 હજારના દંડની સજા ફટકારી છે. આપ નેતાની પત્ની પર સસ્તા અનાજની દુકાનમાં ઉચાપત કરવાનો ગંભીર આરોપ હતો, જેમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે.

2008માં રેશનીંગ જથ્થામાં ગેરરીતિનો કેસ નોંધાયો
ભરૂચ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભરૂચ વિધાનસભા બેઠકથી AAPના ઉમેદવાર રહેલા મનહર પરમારના પત્ની ઈન્દુમતીબેન પરમાર સસ્તા અનાજની દુકાનના સંચાલિકા છે. વ્યાજબી ભાવની દુકાનમાં ગરીબ રેશનકાર્ડ ધારકો માટે આવતું સરકારી ઘઉં, ખાંડ, કેરોસીન તથા તેલનો જથ્થો આ સંચાલિકા અન્યને આપી દેતા હતા. આ મામલે વર્ષ 2008માં બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તપાસમાં રેશનિંગની જરૂરી વસ્તુઓનો જથ્થો અંગત લાભ માટે અન્યને વેચી પૈસાની ઉચાપત સામે આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં આંગડિયા કર્મચારી માવો ખાવા ઊભા રહ્યા ને લૂંટારૂ રૂ.27 લાખના દાગીના ભરેલો થેલો ઉપાડી ગયા

ADVERTISEMENT

કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા કરી સજા
સંચાલિકા વાજબી ભાવની દુકાનના સ્ટોકના ખોટા દસ્તાવેજો, બિલો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસે કોર્ટમાં પુરાવા સાથેની ચાર્જશીટ દાખલ કરી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે આવા ગુનાથી સમાજ પર ખોટી અસર ઊભી થાય છે અને સસ્તા અનાજની દુકાનો પર લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે તેથી સમાજમાં દાખલો બેસે તે પ્રકારની કડક સજા કરવા દલીલ કરી હતી. જે બાદ કોર્ટે સંચાલિકા ઈન્દુમતીબેનને 5 વર્ષની સજા તથા રૂ.29 હજારનો દંડ ફટકાર્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT