જે પોતાનો પરિવાર ન સંભાળી શક્યા એ કોંગ્રેસને કેવી રીતે સંભાળશે? ભરતસિંહના પત્નીએ કર્યો ઘટસ્ફોટ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ વધી ગયો છે. આ દરમિયાન રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે એની પહેલા ભરતસિંહના પત્ની રેશ્મા સોલંકીએ એક વીડિયો સંદેશ વાઈરલ કર્યો છે. આ વીડિયોમાં રેશ્મા સોલંકીએ ભરતસિંહ પર આકરી ટિપ્પણી કરી હતી. એટલુ જ નહીં તેમણે માધવસિંહ સોલંકીના અવસાન પછી ભરતસિંહ ‘બે-લગામ’ થઈ ગયા હોવાનું પણ જણાવ્યું છે. ચલો સમગ્ર વિવાદ પર નજર કરીએ…

ગુજરાત કોંગ્રેસની ઘણી મહિલાઓ અસુરક્ષિત છે- રેશ્મા સોલંકી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માએ રાહુલ ગાંધીને સંબોધીને એક વીડિયો વાઈરલ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ભરત સિંહ પોતાનો પરિવાર સંભાળી નથી શક્યા એ આખા કોંગ્રેસ પરિવારને કેવી રીતે સંભાળશે? એટલું જ નહીં રેશ્મા સોલંકીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં ઘણી મહિલા કાર્યકર્તાઓ અસુરક્ષિત છે અને તેમના દ્વારા પીડિત છે. રેશ્મા સોલંકીએ વધુમાં જણાવ્યું કે તેમના સસરા માધવસિંહ સોલંકીના અવસાન પછી ભરતસિંહ ‘બે-લગામ’ થઈ ગયા છે.

47 વર્ષ નાની યુવતી સાથે ભરતસિંહના સંબંધો- રેશ્મા સોલંકી
રેશ્મા સોલંકીએ વધુ એક સણસણતો ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે મારા સાથે લગ્ન કર્યા હોવા છતા 69 વર્ષના ભરતસિંહના અન્ય મહિલાઓ સાથે સંબંધ છે. અત્યારે તેઓ પોતાનાથી 47 વર્ષ નાની એટલે કે 24 વર્ષની યુવતી સાથે સંબંધો ધરાવે છે. આ સંબંધોનો વીડિયો પણ વાઈરલ થયો હતો જેના કારણે તેમણે થોડા સમય માટે કોંગ્રેસથી બ્રેક લીધો હતો. નોંધનીય છે કે આ મુદ્દાને ટાંકીને ભરતસિંહના પત્નીએ જણાવ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડે ભરતસિંહ પર એક્શન લેવું જોઈએ.

રેશ્મા સોલંકીએ જણાવ્યું કે ભરતસિંહે 2 પાટિદાર યુવતીઓ સાથે લગ્ન કર્યા અને પછી ડિવોર્સ પણ આપી દીધા હતા. અત્યારે હવે 24 વર્ષની યુવતી સાથે લગ્ન કરવાનું તેમણે જાહેરાત કરી હતી.

રેશ્મા સોલંકીએ પતિના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યો?
વીડિયોમાં આગળ રેશ્મા સોલંકીએ ભરતસિંહના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભરતસિંહનું ચરિત્ર કેવું છે એ બધા જાણે છે. તેઓ જ્યારે કોરોના પોઝિટિવ હતા ત્યારે મેં એમની સેવા કરી અને સાજા કર્યા હતા. પત્નીએ વધુમાં જણાવ્યું કે અગાઉ તેમને પાઈલ્સ અને ફિશર થયું હતું ત્યારે પણ હું સેવા કરતી હતી. તેવામાં આવું કર્યું હોવા છતા જે મારા ન થયા એ ગુજરાત અને કોંગ્રેસ પરિવારના કેવી રીતે થશે?

ADVERTISEMENT

રેશ્મા સોલંકીએ કહ્યું કોંગ્રેસનું ભવિષ્ય તમારા હાથમાં છે…
ભરતસિંહના પત્ની રેશ્માએ વધુમાં જણાવ્યું કે મારુ ભવિષ્ય તો અત્યારે ભગવાનના હાથમાં છે. પરંતુ કોંગ્રેસનું ભવિષ્ય તેના હાથમાં જ છે. વળી અત્યારે ભરતસિંહ બધાને જણાવે છે કે અમાર બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ વાત તદ્દન ખોટી છે. આવા નેતાને જો ચૂંટણી મેદાનમાં ઉતારશો તો શું ગુજરાતમાં જીત મળશે? એવા સવાલ સાથે રેશ્મા સોલંકીએ રાહુલ ગાંધીને સંબોધી વીડિયો શેર કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT