ભગવંત માનનું એનાલિસિસ: પ્રથમ તબક્કાના વોટિંગ મુજબ કોંગ્રેસને મળે છે ફક્ત આટલી સીટ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાના મતદાન માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન પ્રથમ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાના મતદાન માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ ઓછું મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 63.14 ટકા મતદાન થયું છે. જેને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ઈકાલના વોટિંગ મુજબ કોંગ્રેસને 0 થી 1 સીટ મળી રહી છે અને આમ આદમી પાર્ટીએ ગઈકાલના ચૂંટણી તબક્કામાં જીત મેળવી છે.
પ્રથમ તબક્કાના મતદાનને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જો બમ્પર વોટિંગ થયું હોય તો સરકાર વિરુદ્ધ મતદાન થયું હોવાનું કહેવાય છે અને જો ઓછું મતદાન થયું હોય તો સરકારની તરફેણમાં મતદાન થયું હોવાનું કહેવાય છે. પરંતુ ગુજરાતમાં તેનાથી વિપરીત બન્યું છે. અગાઉ ભાજપના લોકો લોકોને ઘરેથી નિકાળી નિકાળીને વોટિંગ કરાવતા હતા, પરંતુ ગઈ કાલે તેમણે એવું કર્યું નથી. મતલબ કે મતદાનમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે ભાજપને નુકસાન થશે. ગઈકાલના વોટિંગ મુજબ કોંગ્રેસને 0 થી 1 સીટ મળી રહી છે અને આમ આદમી પાર્ટીએ ગઈકાલના ચૂંટણી તબક્કામાં જીત મેળવી છે.
ભાજપના મેનિફેસ્ટો પર કર્યા સવાલ
ભાજપના મેનિફેસ્ટોને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે ગુજરાતમાં મફતમાં વીજળી આપવામાં આવશે, તેથી જ અમે તમને પંજાબનના ઝીરો વીજળીના બિલ પણ બતાવ્યા હતા. પંજાબમાં 61 લાખ ઘરોના વીજળી બિલ શૂન્ય આવ્યા છે. ભાજપવાળા મેનિફેસ્ટો આપે છે અને તેમના મેનિફેસ્ટોના નામ પણ અલગ-અલગ જગ્યાએ બદલાય છે. હિમાચલમાં તેને સંકલ્પ પત્ર કહેવામાં આવે છે. દિલ્હીમાં તેને ઘોષણા પત્ર કહેવામાં આવે છે, અહીં તેને મેનિફેસ્ટો કહેવામાં આવે છે. એક અઠવાડિયું પહેલાં જારી કરવાનું હોય છે, તેમાં કંઈ પણ લખવાનું હોય છે અને પછી ચૂંટણીના એક અઠવાડિયા પછી કહેવું પડે છે કે તે જુમલો હતો. અમે જુમલા આપતા નથી, અમે ગેરંટી આપીએ છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT