AAPનો પહેલા ફેઝમાં જાદુ જોવા મળ્યો, ઓછા વોટિંગથી BJPને ફટકો પડશે- ભગવંત માન
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા ફેઝનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આ દરમિયાન ત્રિપાંખીયા જંગ પહેલા પ્રચારનો ધમધમાટ જોરશોરથી ચાલ્યો હતો. નોંધનીય છે કે આ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા ફેઝનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આ દરમિયાન ત્રિપાંખીયા જંગ પહેલા પ્રચારનો ધમધમાટ જોરશોરથી ચાલ્યો હતો. નોંધનીય છે કે આ ટર્મની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ઓછું મતદાન થયું છે. આ પ્રમાણે કેટલાક સ્થળે સુસ્ત મતદાનનું વાતાવરણ જોતા ચિંતાનું મોજુ તમામ પાર્ટીઓમાં ફરી વળ્યું હોય એમ લાગી રહ્યું છે. તેવામાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર નિશાન સાધ્યું છે. ચલો તેમણે શું નિવેદન આપ્યું એના પર નજર કરીએ…
ભગવંત માને પ્રિડિક્શન કરતા કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 0થી 1 છે, જ્યારે આમ આદમી પાર્ટીએ તો પહેલો ફેઝ જીતી જ લીધો છે.
ભગવંત માને ભાજપની સ્થિતિ વિશે કહ્યું…
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પહેલા ચૂંટણી હતી તો કેટલીક પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે જઈ જઈને લોકોને મતદાન કરવા માટે લઈ જતા હતા. હવે આ વર્ષે તેઓ આ પ્રમાણે કશું કરી શક્યા નથી. તેથી જ ગઈકાલે જે પ્રથમ તબક્કાનું મતદાન થયું એમા ઓછી વોટિંગ ટકાવારીથી ભાજપને જ ફટકો પડી શકે છે. આનાથી નુકસાન આમ આદમી પાર્ટીને નથી થવાનું.
ADVERTISEMENT
ADVERTISEMENT