આમ આદમી પાર્ટી કોઈની બી ટીમ નથી, અમે તો ગુજરાતની A ટીમ છીએ- ભગવંત માનનો હુંકાર
પંચમહાલઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું સતત ચાલુ રાખ્યું છે. તેવામાં મોરવાહડફ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સભા સંબોધી હતી.…
ADVERTISEMENT
પંચમહાલઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું સતત ચાલુ રાખ્યું છે. તેવામાં મોરવાહડફ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા માટે AAP સતત વાયદાઓ કરી રહી છે. તેવામાં ભગવંત માને પોતાના જનસંબોધનમાં ભ્રષ્ટાચાર નાબૂદી સહિત પેન્શન યોજના વિશે જણાવ્યું હતું. તથા અન્ય પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે અમારી પાર્ટી કોઈની બી ટીમ નથી પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતની A ટીમ છે.
ભગવંત માને સામાન્ય જનતાનો મુદ્દો ઉઠાવ્યો..
ભગવંત માને પોતાના જનસંબોધનમાં કહ્યું કે આમ આદમી પાર્ટી કોની પાર્ટી છે એના પુરાવા આપવાની જરૂર નથી. તમારા ઘરના જ પરિવારના સભ્યો જ MLA બનશે. બીજી પાર્ટીઓમાં નેતાઓના જ પુત્રો રાજકારણમાં પ્રવેશે અને ધારાસભ્યો બને છે. પરંતુ અમે સામાન્ય જનતાને અહીં તક આપીએ છીએ. સચ્ચાઈ થોડા સમયસુધી દબાઈ જાય છે પરંતુ ક્યારેય તે નષ્ટ થતી નથી. જનતા જેટલી મોટી સંખ્યામાં અત્યારે આમ આદમી પાર્ટીની સભામાં પહોંચી છે, એને જોઈને ભાજપ ડરી હોય એમ લાગી રહ્યું છે. મને તો લાગી જ નથી રહ્યું કે હું ગુજરાતમાં આવ્યો છું, મને તો લાગ્યું કે હું પંજાબમાં જ જનતા સાથે સંવાદ કરી રહ્યો છું. આની સાથે ભગવંત માને સરકારી કામો સુધારવાનો વાયદો કર્યો છે.
ભ્રષ્ટાચાર સામે અમે કપરા પગલાં ભરીશું- ભગવંત માન
ભગવંત માને ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે અધિકારીઓની ઓફિસમાં એવું લખ્યું હોય છે કે મોબાઈલ ફોન અંદર લઈ જવાની મનાઈ છે. અમે એવું કરી લીધું કે જે અધિકારીની બહાર મોબાઈલ નહીં લઈ જવાય એવું બોર્ડ હશે એને ભ્રષ્ટાચારી જાહેર કરી દેવાશે. ત્યારપછી આ પ્રથા બંધ કરી દેવામાં આવી હતી.અમે બધાના પેન્શન બંધ કરી દીધા છે. બેરોજગારી મુદ્દે આમ આદમી પાર્ટીએ અત્યારસુધી 20 હજાર નિયુક્તિ પત્રો આપી દીધા છે. 7 મહિનાની અંદર આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ત્યારપછી ઓલ્ડ પેન્શન સ્કિમ અને પંજાબમાં MSP મુદ્દે પણ મોટા નિર્ણય લીધા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સમગ્ર દેશમાં અત્યારે પ્રખ્યાત…
ભગવંત માને જણાવ્યું કે અત્યારે સમગ્ર દેશમાં ગુજરાતની બોલબાલા છે. સોશિયલ મીડિયામાં ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ જ વાઈરલ થાય છે. ગુજરાત રાજ્ય અત્યારે જોરદાર ચર્ચામાં છે. વળી અમે કોઈપણ પાર્ટીની બી ટીમ નથી. અમે સમગ્ર ગુજરાતની A ટીમ છીએ. અમારી સરકાર તદ્દન પારદર્શી સરકાર છે. પંજાબમાં 1 જુલાઈથી વીજળી ફ્રી કરી દીધી છે, જેથી 50 લાખ ઘરોને 0 રૂપિયા બિલ આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT