ભગવંત માને કહ્યું- AAP સરવેમાં નહીં સીધી સરકારમાં આવે છે, મોદી-મોદીના નારા લગાડનારા વિશે કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આમ આદમી પાર્ટીનો જોરશોરથી પ્રચાર ગુજરાતમાં કરી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનમાં ભાજપની શિક્ષણ વ્યવસ્થાથી લઈ વીજળી સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે દિલ્હીમાં જ્યારે ટ્રમ્પના પત્ની આવ્યા ત્યારે ભાજપ પાસે કોઈ સારી શાળા બતાવવા માટે પણ નહોતી. આની સાથે ભગવંત માને વધુમાં કહ્યું કે અમે નફરત દ્વેષની રાજનીતિ નથી કરતા. મોદી-મોદીના નારા અમારી રેલીમાં જે લગાવે છે તેને રૂપિયા આપવામાં આવી મોકલાયા હોવાનો દાવો કર્યો હતો. તથા AAPની સરકાર બનાવવા પર પણ મોટો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ…

ભગવંત માને કહ્યું- અમે સરવેમાં નથી આવતા સરકાર બનાવીએ છીએ
ચૂંટણીમાં સંબોધન દરમિયાન ભગવંત માને કહ્યું કે અમે ક્યારેય પણ સરવેમાં નથી આવતા. અમે તો સીધી સરકાર જ બનાવી દઈએ છીએ. આની સાથે તેમણે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જીત થશે એવો દાવો કર્યો હતો.

મોદી મોદીના નારા લગાડતા લોકોને મે પૂછ્યું- ભગવંત માન…
ભગવંત માને કહ્યું કે મારી એક રેલીમાં મોદી મોદી નારા લગાવતા લોકોને મેં જોયા હતા. આ દરમિયાન ભગવંત માને દાવો કર્યો છે કે જ્યારે તેમણે આ નારા લગાવતા લોકો સાથે વાતચીત કરી તો લોકોએ કહ્યું કે અમને તો રૂપિયા આપીને આમ કરવા માટે કહેવાયું છે.

ADVERTISEMENT

ભગવંત માને આપ્યું વિવાદાસ્પદ નિવેદન!
ભગવંત માને પ્રચાર દરમિયાન કહ્યું કે ભાજપ પાસે પૈસા ઘણા બધા છે. તેઓ જો રૂપિયા લઈને તમારી પાસે આવે તો ના ન પાડતા લઈ લેજો. કારણ કે લક્ષ્મી ઘરમાં તિલક કરવા માટે આવી રહ્યા છે ત્યારે ના ન પડાય. વળી તે જે રોકડ લઈને આવશે એ તમારી પાસેથી જ લૂંટેલી હશે. પરંતુ વોટ આપતા સમયે તમે સમજી વિચારીને મત આપજો.

દિલ્હીના ચૂંટણી મોડલ વિશે ભગવંત માને કહ્યું…
વીજળીની સુવિધા દિલ્હીમાં ફ્રી છે, જ્યારે પંજાબમાં 1 જુલાઈથી બિલ માફ કરાયા છે. હું અહીં ગુજરાત આવ્યો છું ને એની પહેલા 20 હજાર સરકારી નોકરીઓ આપીને આવ્યો છું. અહીં પેપર લીક થતા હતા અને 5થી 10 લાખ રૂપિયામાં વેચાતા હતા.

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT