કોંગ્રેસને 19 મો ફટકો, ભગવાન બારડ જોડાયા ભાજપમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તોડજોડણી રાજનીતિ શરૂ થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે. ગઈ કાલે મોહન રાઠવા કોંગ્રેસનો હાથ છોડી ભાજપ માં જોડાયા હતા ત્યારે હવે આજે તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.

જાણો કોણ છે ભગવાન બારડ 
ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આજે તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ નિમબેન આચાર્યને સોંપી દીધું છે.  ભગવાન બારડ 2017માં કોંગ્રેસ તરફથી તાલાળા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં 31730 મતોથી વિજેતા થયાં હતા.

કોંગ્રેસને 5 વર્ષમાં 19 ફટકા પડ્યા  

ADVERTISEMENT

  •  કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
  • જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
  • અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
  • પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
  • બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
  • સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
  • આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
  • જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
  • મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
  • જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
  • પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
  • પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
  • અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
  • અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
  • ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
  • વલ્લભ ધારવિયા – જામનગર વિધાનસભા બેઠક
  • હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
  • મોહનસિંહ રાઠવા- છોટા ઉદેપૂર બેઠક
  • ભગવાન બારડ- તાલાળા બેઠક

    follow whatsapp

    ADVERTISEMENT