અમદાવાદના લોકો ચેતજો, તમે ઘાતક હવા ફેફસામાં ભરી રહ્યા છો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એક મોટો પડકાર બની ચૂક્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદ પણ હવાના પ્રદૂષિત શહેર માંથી એક બની ચૂક્યું છે. દિવસે ને દિવસે વધતી વાહનોની સંખ્યા અને તેના  ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે. હવન પ્રદૂષણ વધવાનું કારણ  ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધવા લાગે છે. હવે અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ છે. અમદાવાદમાં AQI 162 નોંધાયો છે જ્યારે બોપલ વિસ્તારમાં 307 AQI નોંધાયો છે.

દિલ્હી બાદ અમદાવાદમાં ઝેરી હવા
દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત બની ગઈ છે. આજે અમદાવાદમાં AQI 162 નોંધાયો છે જ્યારે બોપલ વિસ્તારમાં 307 AQI નોંધાયો છે. બોપલ વિસ્તાર તંત્ર માટે પડકાર જનક છે.

બોપલ વિસ્તાર ગંભીર સ્થિતિમાં
અમદાવાદની હવા પણ  દિવસે ને દિવસે પ્રદૂષિત બની રહી છે. અમદાવાદ શહેરનો ઓવરઓલ AQI 162 નોંધાયો છે.  જ્યારે અમદાવાદ  શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બોપલ છે. બોપલમાં છેલ્લા 15 દિવસથી AQI 300ને પાર નોંધાઈ રહ્યો છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી રહી છે. આમ દિલ્હી બાદ હવે અમદાવાદનું વધતું જતું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે. તંત્ર માટે પડકાર સમાન છે અને આગામી સમય માટે પણ ઘણા બદલાવ આવશે તેવા સંકેત છે.

ADVERTISEMENT

જાણો શું છે AQI
AQI એટલે એર ક્વોલિટી ઇંડેક્સ . જેના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. જેમાં 200 થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી રહી છે. આ વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આમ દિલ્લી બાદ હવે અમદાવાદનું વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે.

    follow whatsapp

    ADVERTISEMENT