કાર ચાલકે દરવાજો ખોલ્યો અને એક્ટિવા પરથી નેતાજી ‘ધડામ’, જાણો ચોંકાવનારા અકસ્માત વિશે..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડાઃ નડિયાદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરનો અકસ્માત થયો છે. તેઓ પોતાના પુત્રને શાળાએ મુકીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે આની પાછળનું કારણ ચોંકાવનારું છે. કારણ કે ઈકો ગાડીમાં બેઠેલા શખસે અચાનક દરવાજો ખોલી દીધો હતો અને મહિલા કાઉન્સિલરનું ધ્યાન ભંગ થતા અકસ્માત સર્જાયો હતો. જાણો કેવી રીતે આ ચોંકાવનારો અકસ્માત થયો એના પર નજર કરીએ..

ગાડી ચાલકે દરવાજો ખોલ્યો અને…
નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ તેમના પુત્રને શાળાએ મુકીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેઓ જ્યારે એક્ટિવા લઈને સ્કૂલેથી પરત ફરતા હતા ત્યારે પાર્ક કરેલી ઈકો ગાડીમાંથી અચાનક ચાલકે દરવાજો ખોલી દીધો હતો. મહિલા કાઉન્સિલરને આ અંગે જરાક પણ અંદેશો નહોતો આવ્યો અને પછી તેમની જોરદાર ટક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના આકાશગંગા સોસાયટી પાસે બની હતી.

કાઉન્સિલર જમીન પર પટકાયા..
નોંધનીય છે કે આમ અચાનક ગાડીનો દરવાજો ખુલી જતા મહિલા કાઉન્સિલરને જાણ ન થઈ. તેમનું એક્ટિવા સીધું ગાડી સાથે અથડાઈ ગયું અને પછી સ્નેહલબેન જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ઈજા પહોંચી છે. પરંતુ પાર્ક કરેલી ગાડીનો દરવાજો અચાનક ખોલવામાં બેદરકારી કેવી ભારે પડી શકે છે એ પણ આ દુર્ઘટના પરથી જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

With Input: હેતાલી શાહ

    follow whatsapp

    ADVERTISEMENT