બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું, સરકારી જમીન ખાલી કરવા મોટું ઓપરેશન હાથ ધરાયું
દ્વારકા, રજનીકાંત જોશી: દેવભૂમિ દ્બારકા જિલ્લાના બેટ દ્વારકામાં સરકારી જમીન ખાલી કરવાનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહયું છે. જેને લઈને સમગ્ર બેટ દ્વારકા પોલીસ…
ADVERTISEMENT
દ્વારકા, રજનીકાંત જોશી: દેવભૂમિ દ્બારકા જિલ્લાના બેટ દ્વારકામાં સરકારી જમીન ખાલી કરવાનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહયું છે. જેને લઈને સમગ્ર બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. અંદાજે 6 જિલ્લાની પોલીસને એક સાથે રાખી આજે બેટ દ્વારકામાં લાખો ફૂટ જમીન ખાલી કરવામાં આવે તેવી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
દેવભૂમિ દ્બારકા જિલ્લાના બેટ દ્વારકામાં સરકારી જમીન ખાલી કરવાનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહયું છે. ગઈકાલ રાતથી જ આ મામલે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી બેટ દ્વારકાના પાછળના ભાગમાં અનેક લોકો ગેર કાયદેસર રીતે જમીન પર મકાનો અને ધાર્મિક સ્થળો બનાવી જમીન કોભાંડ આચરી રહ્યા છે. આ મામલે સ્થાનિક તંત્ર અને આઇ.બી. દ્વારા ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ તૈયાર કરી મોકલવામાં આવ્યો હતો. જે મામલે આજે બેટ દ્વારકામાં સરકારી જમીન ખાલી કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું
એક તરફ દ્વારકામાં જમીનના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધતાં ભાવોને ધ્યાને લઈ ભુ માફિયાઓ સક્રિય થયા છે. તથા ધાર્મિક સ્થળોના નેજા હેઠળ દેશ વિરોધી નેટવર્ક ઉભુ થાય તે પહેલાં તેને ડામી દેવાની આગમચેતીને ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ બેટ દ્વારકામાં ધામા નાખ્યા છે. બેટ દ્વારકામાં રેન્જ IG અને SP સહિત એક પોલીસ જવાનોનો કાફલો તૈનાત, સરકારી જમીન પર ગેરકાયદેસર ધામિક દબાણો પર લેવાઈ શકે છે એક્શન. સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત અન્ય 6 જિલ્લાની પોલીસ બેટ દ્વારકામાં ઉતરી છે. બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હાલ બેટ દ્વારકા જવા માટે યાત્રિકો અને મીડિયાને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગઈકાલ રાતથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
આજે બેટ દ્વારકામાં સરકારી જમીન ખાલી કરવાનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આ કાર્યવાહી દરમિયાન કોઈ વિરોધ કે તોફાન ના કરે તેવી આશંકાને લઈ ને ગઈકાલે રાત્રે દ્વારકાના અમુક લોકોને ઓખા મરીન પોલીસે ડિટેઇન કર્યા હતા. પોલીસ તંત્ર દ્વારા શંકાને આધારે પોલીસ સ્ટેશને બેસાડવામાં આવ્યા છે. PFI ની આશંકાને લઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT