IPL માં બેંગ્લુરૂએ મેચ અને વિરાટ કોહલીએ દિલ જીતી લીધું, અનુષ્કાએ ફ્લાઇંગ કિસનો આપ્યો આવી રીતે જવાબ

ADVERTISEMENT

RCB win Match IPL 2023
RCB win Match IPL 2023
social share
google news

બેંગ્લુરૂ : IPL 2023 માં આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સન વચ્ચે રસાકસીપ્રદ મેચ રમાઇ હતી. આ મેચમાં અલગ જ ડ્રેસમાં ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જાણે તે શક્તિસંચાર થયો હોય તેમ રમતી જોવા મળી હતી. રિસાયકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનેલા ટીશર્ટ પહેરીને ગો ગ્રીનના મેસેજ સાથે બેંગ્લોર આજે રમવા ઉતરી હતી. ધરતી માતા પણ આજે ખુશ થયા હોય તેમ દરેક ખેલાડી જમીન પર ટકીને ન માત્ર રમ્યો પરંતું ચોગ્ગા, છગાના વરસાદ કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત રનથી પરાજીત કરી દીધું હતું. RCB એ જોરદાર ઇનિંગ રમીને રાજસ્થાનને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન 20 ઓવરમાં આ ટાર્ગેટ સુધી પહોંચી શક્યું નહોતું. જો કે મેચ અત્યંત રસાકસીપુર્ણ રહી હતી. આ જીત પાછળનો મુખ્ય હીરો ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસ રહ્યા હતા. આ બંનેમાં મેક્સવેલે 77 અને ફાફ ડુ પ્લેસિસે 62 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

190 રનના ટાર્ગેટને પુર્ણ કરવા રાજસ્થાન ઉતરી હતી
190 રનના ટાર્ગેટ પૂર્ણ કરવા ઉતરેલી રાજસ્થાન ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી. માત્ર એક રનમાં રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર પેવેલિયનમાં પરત ફર્યો હતો. બટલર મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. આ પછી યશસ્વી જસવાલ અને દેવદત્ત પડિકલ વચ્ચે બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી નોંધાઇ હતી. પડિકલે 34 બોલમાં 52 રન બનાવ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ડેવિડ વિલીએ પડિક્કલને કોહલીના હાથે કેચ આઉટ થતા જોડી ખંડીત થઇ હતી. ત્યારબાદ જયસ્વાલની વિકેટ પડી હતી. જેનો હર્ષલ પટેલની બોલિંગ પર કોહલીએ કેચ ઝડપી લીધો હતો.

ADVERTISEMENT

યશસ્વીએ 37 બોલમાં 47 રન ફટકાર્યા હતા
યશસ્વીએ 37 બોલમાં 47 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બાદમાં સંજુ સેમસન પર ચાહકોને આશા હતી. જો કે સેમસન સફળ રહ્યો નહોતો. 22 રનના અંગત સ્કોર પર હર્ષલ પટેલનો શીકાર બન્યો. પરિણામે રાજસ્થાન જીતની આશા નબળી પડી ગઇ હતી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચના પહેલા જ બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં વિરાટ કોહલી બોલ ચુકી ગયો અને તે આઉટ થયો હતો.

ADVERTISEMENT

વિરાટ કોહલીની ફ્લાઇંગ કિસ ચર્ચાનો મુદ્દો બન્યો
જો કે વિરાટ કોહલીની ફ્લાઇંગ કિસ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. IPLમાં બીજી વખત વિરાટ કોહલી મેચના પ્રથમ બોલ પર આઉટ થતા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ગત સિઝનમાં પણ તે એક વખત મેચના પ્રથમ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. જેને ગોલ્ડન ડક કહે છે. ‘ડક’ શબ્દનો ઉપયોગ બેટ્સમેનને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થાય ત્યારે કરવામાં આવતો હોય છે. બેટ્સમેન ખાતું ખોલ્યા વિના ઇનિંગ્સના તેના પ્રથમ બોલ પર આઉટ થઈ ચુક્યો છે. ત્યારે તે ગોલ્ડન ડક કહેવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT