ચૂંટણી પહેલા રવીન્દ્ર જાડેજાના બહેન અને પત્ની સામ સામે! નયના બાએ આડકતરી રીતે ભાભી પર કર્યો કટાક્ષ…
જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પર લાગેલી છે. તેવામાં ભાજપ દ્વારા સતત બેઠકોના…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પર લાગેલી છે. તેવામાં ભાજપ દ્વારા સતત બેઠકોના દોર કરીને ગુજરાતનો ગઢ જીતવા માટે યોગ્ય ઉમેદવારો પસંદગી માટે મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણીના જંગમાં ઈન્ડિયન ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા અને બહેન નયના બા સામ સામે જોવા મળી શકે છે. અત્યારે એવી અટકળો છે કે જામનગર ઉત્તરની બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ મળી શકે છે. આ દરમિયાન નયના બાએ આડકતરી રીતે ભાભી પર કટાક્ષ કર્યો છે. ચલો આ ઘટના પર વિગતવાર નજર કરીએ…
નયના બાએ કહ્યું નવા ચહેરા સાથે ભાજપ હારશે
78 વિધાનસભા બેઠક (જામનગર ઉત્તર) પર જો ભાજપ નવો ચહેરો લાવશે તો હારવાનું નક્કી છે એવું રવીન્દ્ર જાડેજાના બહેન નયના બાએ કહ્યું છે. તમને જણાવી દઈએ કે નયના બા કોંગ્રેસમાં સક્રિય છે. આ દરમિયાન નયના બાએ આડકતરી રીતે પોતાના ભાભી રિવાબા પર કટાક્ષ કર્યો હતો. 78 જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબાને ટિકિટ મળે એવી અટકળો છે.
તેવામાં નયના બાએ કહ્યું કે જો આ બેઠક પરથી ભાજપે કોઈ નવા ચહેરાને ટિકિટ આપી તો આનો ફાયદો કોંગ્રેસને જ થશે. કોંગ્રેસ સરળતાથી આ બેઠક જીતી જશે. એટલું જ નહીં જે નવો ચહેરો છે એમને અનુભવની કમી છે અને સંગઠનની પણ કમી છે.
ADVERTISEMENT
ખાલી રૂપિયાથી ચૂંટણી ન જીતાય- નયના બા
નયના બાએ વધુ કટાક્ષ કરતા કહ્યું કે નવા ઉમેદવાર પાસે અનુભવ ઓછો હોય. વળી રૂપિયાથી કઈ જીતી શકાતું નથી. એટલે એક રાજકીય નિષ્ણાંત તરીકે પણ મારે મત એ છે કે નવા ચહેરાને લાવવામાં આવશે તો ભાજપને ફટકો પડી શકે છે. આનાથી 100 ટકા ફાયદો કોંગ્રેસને થશે અને સીટ કોંગ્રેસની જ થઈ શકે છે.
રિવાબા જાડેજાને ટિકિટ મળે એવી અટકળો
રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં ઘણા એક્ટિવ છે. કોરોના કાળમાં તેમણે લોકોની સેવા કરવા માટે ખાસ કિટની પણ વહેંચણી કરી હતી. આ દરમિયાન મહિલાઓ તથા બાળકોને સહાય કરવા માટેની પણ ઘણી પહેલ કરી છે. જેના પરિણામે જનતા તરફથી પણ રિવાબાને સારું સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ અને અટકળોના આધારે હકુભા જાડેજા અથવા રિવાબા જાડેજામાંથી કોઈ એકને જામનગરની ઉત્તર બેઠક પરથી ટિકિટ અપાઈ શકે છે.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT
ADVERTISEMENT