ઈસુદાને ભાજપની વિવાદોમાં સપડાયેલી સફર વિશે કર્યો ઘટસ્ફોટ! AAPની સરકાર પર કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપને આકરા સવાલો પૂછી રહી છે. આ દરમિયાન ભાજપ પોતાના મિશન 182 માટે મોટાભાગના જિલ્લાઓમાં કેન્દ્રિય મંત્રીને દેખરેખમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. જેમા કેજરીવાલના ટ્વીટ પછી ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર સણસણતા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની જનતા AAPની સરકાર બનાવવા જઈ રહી છે. કારણ કે ભાજપના શાસનમાં ઘણા એવા કૌભાંડો છતા થયા છે કે એને જોઈને જનતાને આઘાત લાગ્યો છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળી શકે છે.

ભાજપ કોઈપણ મંત્રીઓને ઉતારે, છતા સરકાર તો AAPની બનશે- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ ભાજપની 182 બેઠક પર ચૂંટણી પ્રચાર યાત્રા અંગે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ ભલે ગમે એટલા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતની જનતા હવે ખોટા વાયદાઓથી હેરાન થઈ ગઈ છે. જનતાને પણ ભાજપની નીતિની જાણ થઈ ગઈ છે, તેથી ખોટા વાયદા આપતી સરકારનો સફાયો કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર જ બનવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અત્યારે ભાજપને આમ આદમી પાર્ટીથી નહીં પરંતુ ગુજરાતની જનતાથી ડર લાગે છે.

ADVERTISEMENT

ઈસુદાને ભાજપ પર ફરી નિશાન સાધ્યું
કહ્યું- ભાજપના રાજમાં ગુજરાતની સ્થિતિ ખરાબ છે. હવે ગુજરાતને બચાવવું પડશે. અત્યારે ભાજપના શાસનમાં હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ, નકલી નોટોનો વેપાર, ઝેરી દારૂનો વેપાર, રોજ થતી હત્યાઓ તથા ભાજપના નેતાના પુત્ર દ્વારા દિવસના અજવાળે આચરાતી હત્યાને રોકવી પડશે. અત્યારે પરિવર્તન લાવવું જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ટાંકીને ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીની સરકાર પર વિશ્વાસ રાખવા ગુજરાતની જનતાને કહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT